કોલકત્તા : ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભારે નુકસાન કર્યા બાદ ફેની તોફાની અસર હેઠળ પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ થઇ શકે છે. ચક્રવાતી ફેની તોફાનની તીવ્રતા ઓછી થઇ ગઇ છે. જો કે ભારે વરસાદ તેની અસર હેઠળ પડી શકે છે. ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, બંગાળ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. જેના ભાગરૂપે તંત્ર સંપૂર્ણપણે સાબદુ છે. એનડીઆરએફની ટીમો, નૌકા સેના, હવાઇ દળ અને સુરક્ષા જવાનોને તૈનાત રાખવામાં આવ્યા છે.
કેન્દ્રિય ગૃહ મંત્રાલયમાં હેલ્પલાઇન નંબરની પણ શરૂઆત કરવામાં આવી છે. એનડીઆરએફની ૬૦ ટીમો તૈનાત કરવામાં આવી ચુકી છે. જ્યારે ૨૫ ટીમોને તૈયાર રાખવામાં આવી છે. દરેક ટીમમાં ૪૫ સભ્યો હોય છે. ભારતીય હવાઇ દળે રાહત કાર્યો માટે સી-૧૭ વિમાનોને પણ તૈનાત કર્યા છે. હાલ ખતરો સંપૂર્ણ પણે ટળ્યો નથી. આવીસ્થિતીમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે.