મુંબઈ: સિક્યુરિટી એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા અગ્રણી કોમોડિટી બ્રોકરોની બેઠક મંગળવારના દિવસે બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ૫૬ અબજ રૂપિયાના નેશનલ સ્પોટએક્સચેંજ પેમેન્ટ ડિફોલ્ટ કેસમાં વેપારના કાયદાના જુદા જુદા ભંગ સાથે સંબંધિત મામલા પર તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. આ કેસમાં સેબીએ હજુ સુધી અંતિમ આદેશ જારી કર્યો નથી પરંતુ આ મિટિંગ ઉપર નજર રહેશે.
બ્રોકરો દ્વારા આ સંદર્ભમાં મુંબઈ હાઈકોર્ટમાં તેમનો કેસ ગુમાવી દીધા બાદ આ બેઠક બોલાવામાં આવી છે. સેબીના કઠોર પગલાને ટાળવા માટે કંપનીઓએ એનએસઇએલ પર ડી રજિસ્ટ્રેશન માટેના પ્રયાસો હાથ ધર્યા છે. સેબીએ આક્રમક વલણ અપનાવ્યું છે. બ્રોકરોમાં આનંદ રાઠી કોમોડિટી, મોતીલાલ ઓસ્વાલ કોમોડિટી, ઇન્ડિયા ઇન્ફોલાઈન કોમોડિટી, ફિપિલ કોમોડિટીનો સમાવેશ થાય છે. માર્કેટ રેગ્યુલેટર આ બ્રોકરોને અંતિમ તક આપવા ઇચ્છુક છે.