નવીદિલ્હી : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જાંગ ઉનની વચ્ચે ૨૭-૨૮મી ફેબ્રુઆરીના દિવસે બેઠક યોજાનાર છે. આને કવર કરવા માટે ઓછામાં ઓછા ૨૬૦૦ વિદેશી પત્રકારો નોંધણી કરાવી ચુક્યા છે. વિયેતનામના એક મંત્રી દ્વારા આજે આ અંગેની જાહેરાત કરી હતી. વિયેતનામ આ બાબતને લઇને ચિંતિત છે કે, એમને વાતચીત કરવા માટે ઓછો સમય મળ્યો છે.
વિયેતનામના નાયબ વિદેશમંત્રીએ કહ્યું છે કે, ટ્રમ્પ દ્વારા વિયેતનામના પાટનગર હનોઇને શિખર બેઠકના સ્થળ તરીકે જાહેર કર્યા બાદ આ સ્થળને મંજુરી મળવા માટે ૨૦ દિવસનો ગાળો રહ્યો છે. અગાઉ અમેરિકા અને ઉત્તર કોરિયા ઉપરની બેઠક સિંગાપોરમાં યોજાઈ હતી.
આના માટે બે મહિનાનો સમય તૈયારીમાં લાગી ગયો હતો. વિયેતનામમાં આ બેઠકને લઇને જોરદાર તૈયારી ચાલી રહી છે. સમગ્ર દુનિયાની નજર કિમ અને ટ્રમ્પ વચ્ચે યોજાનારી બેઠક ઉપર કેન્દ્રિત થઇ ચુકી છે.