જામનગરના ધ્રોલમાં અચાનક વિદ્યાર્થીના મોતથી પરિવારજનોમાં માતમ છવાયો છે. અચાનક જ ધોરણ ૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતાં અરેરાટી વ્યાપી છે. બનાવની વાત કરીએ તો ધ્રોલમાં ધોરણ ૬માં અભ્યાસ કરતો વ્રજ સોરઠિયા નામનો વિદ્યાર્થી અચાનક બેભાન થયો હતો. જેથી તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં ડોક્ટરોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. હાલ વિદ્યાર્થીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઇ જવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ વિદ્યાર્થીના મોત પાછળનું સાચું કારણ જાણવા મળશે. સૈનિક સ્કૂલની તૈયારી કરવા માટે વ્રજ સોરઠિયા ધ્રોલમાં શિક્ષકને ત્યાં રહેતો હતો.
ડ્રાઈવરોએ ગુજરાત સરકારને MoRTHની માર્ગદર્શિકા અનુસાર બાઈક ટેક્સીઓને કાયદેસર કરવા અપીલ કરી
અમદાવાદ : અમદાવાદના બાઈક ટેક્સી ડ્રાઈવર સમુદાયે આજે એકઠા થઈને સરકારને એક હાર્દિક અપીલ કરી, જેમાં તેઓ જે પડકારોનો સામનો...
Read more