છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે તમામ ક્ષેત્રોમાં નોકરીની મોટાભાગની ભૂમિકાઓને પગાર વધારા માટે ધ્યાનમાં લઈ શકાય છે. FY22 માટે નોકરીઓ અને પગાર પ્રાઈમર રિપોર્ટની નવીનતમ આવૃત્તિ બહાર પાડતા, કંપનીએ માહિતી આપી હતી કે વેતન વૃદ્ધિ, જાેકે, મધ્યમ રહેવાની અપેક્ષા છે.
કંપનીના જણાવ્યા અનુસાર, તેણે જે ૧૭ ક્ષેત્રોની સમીક્ષા કરી છે તેમાંથી ૧૪માં સિંગલ ડિજિટની વૃદ્ધિ જાેવા મળી શકે છે. સમીક્ષા કરાયેલા ૧૭ ક્ષેત્રોમાંથી ૧૪એ સિંગલ ડિજિટ વૃદ્ધિ દર્શાવી હતી. માત્ર ત્રણ ક્ષેત્રોઃ ઈકોમર્સ અને ટેક સ્ટાર્ટઅપ્સ, હેલ્થકેર અને સંલગ્ન ઉદ્યોગો, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને નોલેજ સર્વિસિસમાં ૧૦% થી વધુ પગાર વૃદ્ધિ જાેવા મળી શકે છે.
ભારતમાં આવનારી નોકરીઓમાં વધતી જતી રુચિનો સંકેત પણ આપવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ૧૭માંથી ૯ ક્ષેત્રોએ નવી હોટ જાેબ્સ અને ૬ સેક્ટરોએ નવી આવનારી નોકરીઓ ઊભી કરી છે. ફિલ્ડ સાયન્ટિસ્ટ (કૃષિ અને એગ્રો કેમિકલ્સ), EV ટેકનિશિયન (ઓટોમોબાઈલ અને એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ), KYC એનાલિસ્ટ (બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ઈન્સ્યોરન્સ), ડિજિટલ માર્કેટિંગ મેનેજર (ઈકોમર્સ અને ટેક સ્ટાર્ટ-અપ્સ) નો હોટ જાેબ્સમાં સમાવેશ થાય છે.
અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ અને પૂણે ભૌગોલિક આધાર પર ૧૨ ટકા અને તેથી વધુ પગાર વધારો આપનારા શહેરોમાં સામેલ છે. આ ઉપરાંત, વાર્ષિક ધોરણે પગારમાં સૌથી મોટો વધારો ઈ-કોમર્સ અને ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સ, હેલ્થ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં ૧૦ ટકાથી વધુ થવાની ધારણા છે.
એગ્રીકલ્ચર એન્ડ એગ્રોકેમિકલ્સ, ઓટોમોબાઈલ એન્ડ એલાઈડ, બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ઈન્સ્યોરન્સ, બીપીઓ અને આઈટી સક્ષમ સેવાઓ, બાંધકામ અને રિયલ એસેટ, શૈક્ષણિક સેવાઓ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, હોસ્પિટાલિટી, ઔદ્યોગિક ઉત્પાદન અને સહયોગી, મીડિયા અને મનોરંજન, પાવર અને ઉર્જા, છૂટક અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં ૧૦ ટકાથી ઓછી વૃદ્ધિ જાેવા મળી હતી.