નવી દિલ્હી : છેલ્લા એક વર્ષના ગાળામાં ૧૦ પૈકી પાંચ લોકોએ પોતાના કામ કરાવવા માટે સરકારી અધિકારીઓને લાંચ આપી હોવાની બાબત સ્વીકારી લીધી છે. હાલમાં જ કરવામાં આવેલા ઓનલાઈન સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૦ પૈકી આઠ લોકોએ સ્થાનિક સ્તર પર પોલીસ, નગરનિગમના અધિકારીઓ અને પ્રોપર્ટી રજિસ્ટ્રેશ અને વેટ સાથે જાડાયેલા મામલાઓમાં લાંચ આપી છે. આ સર્વેને કરનાર વેબસાઇટ લોકલ સર્કલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેના સર્વેમાં ૨૦૦થી વધુ શહેરોના એક લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ ભાગ લેનાર લોકોએ વેબસાઇટ ઉપર પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
આઠ પ્રશ્નોના જવાબો આપ્યા હતા. સર્વેમાં ભાગ લેનાર ૨૫ ટકા લોકોએ કહ્યું કે તેમને અનેક વખત લાંચ આપવાનીફરજ પડી છે. અન્ય ૨૦ ટકા લોકોનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષના ગાળામાં તેઓએ એક અથવા બે વખત લાંચ આપી છે. અન્ય ૯૦ ટકા લોકો એવા હતા જે લોકો કહી ચુક્યા છે કે, પીએફ, ઇન્કમટેક્સ, સર્વિસ ટેક્સ અને રેલવે જેવા મામલામાં તેમને લાંચ આપવાની ફરજ પડી છે. એક તૃતિયાંશ લોકોએ કબૂલાત કરી છે કે, માત્ર રિશ્વત મારફતે જ કામ કરાવી શકાય છે. જ્યારે ૨૦ ટકા લોકોએ કહ્યું છે કે, લાંચને ઇન્કાર કરનાર લોકોના કામ રોકાઈ જાય છે.
સર્વેમાં એવી બાબત પણ ઉભરીને સપાટી ઉપર આવી છે કે, રાજ્ય અને સ્થાનિક એકમો દ્વારા છેલ્લા એક વર્ષના ગાળામાં લાંચને ઘટાડવાની દિશામાં કોઇ પગલા લેવામાં આવ્યા નથી. આશરે ૪૨ ટકા લોકો કબૂલી ચુક્યા છે કે, ભ્રષ્ટાચારને ઘટાડી દેવા માટે પગલા લેવામાં આવ્યા છે પરંતુ અસરકારક સાબિત થયા નથી. ભ્રષ્ટાચારને લઇને ફરિયાદ કરવાની બાબત મુશ્કેલ કામ છે. માત્ર ૯ ટકા લોકોનું જ કહેવું છે કે, રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર વિરોધી હોટલાઈન કામ કરી રહી છે. છેલ્લા એક વર્ષના ગાળામાં ૧૦ પૈકી પાંચ લોકોએ પોતાના કામ કઢાવી લેવા માટે લાંચ આપી છે. સર્વેમાં આ લોકોએ સ્પષ્ટપણે કબૂલાત કરી છે. ૯ ટકા લોકોનું એમ પણ કહેવું છે કે, ભ્રષ્ટાચારને રોકવા માટે મજબૂત ઇચ્છા શક્તિની જરૂર છે. સાથે સાથે લાંચ આપ્યા વગર કોઇપણ કામ થાય તે હેતુસર આગળ વધવું જાઇએ. ભ્રષ્ટાચારને દરેક વ્યક્તિ પોતાના સ્તર પર કામ કરીને રોકી શકે છે. ભ્રષ્ટાચાર એક મોટા દૂષણ તરીકે છે જેને રોકવા માટે ચોક્કસપણે કામ થઇ રહ્યા છે પરંતુ આ દૂષણને રોકવામાં હજુ પણ સમય લાગશે.