ઘણી વાર એવુ બનતુ હશે કે તમારે ખૂબ મહત્વના ઇમેઇલ જોવાના હોય અને તે જ સમયે કનેક્ટીવીટી ઇશ્યુના લીધે તમે તે મેઇલને ચેક નથી કરી શકતા. ત્યારે તમારુ તે કામ અટકી જાય છે અને ઘણી વાર આ તકલીફને લઇને તમારુ નુકશાન પણ થઇ જાય છે. આ સમસ્યાથી છુટકારો આપવા માટે ગૂગલે તેના યુઝર્સને એક અલગ ફિચરની ગિફ્ટ આપી છે.
જેના થકી તમે ઇન્ટરનેટ વગર મેઇલ ચેક કરી શકશો. આ ફિચરને એક્ટીવેટ કરવું ખૂબ આસાન છે. એક વાર આ ફિચરને એક્ટીવેટ કરી લીધા બાદ તમે ઇન્ટરનેટ વગર પણ ઇમેઇલ વાંચી શકશો.
- સૌથી પહેલા લેપટોપ કે ડેસ્કટોપ પર જી-મેઇલ લોગઇન કરો.
- ત્યારબાદ ગૂગલ સેટિંગમાં જઇને સેટિંગ બટન પર ક્લિક કરો.
- સેટિંગ ટેબમાં તમને ઓફલાઇનનું ઓપ્શન મળશે જેને તમારે ક્લિક કરવાનું રહેશે.
- જો તમારા ક્રોમ બ્રાઉઝરમાં ઓફલાઇન ઇન્સ્ટોલ નહીં કરેલુ હોય તો તમને ઇન્સ્ટોલ કરવાનું કહેશે.
- ઇન્સ્ટોલ કર્યા બાદ ઓફલાઇન ઓપ્શન પર ક્લિક કરીને તેને એક્ટિવેટ કરો.
- બાદમાં ત્યા રહેલા એનેબલ ઓફ લાઇન મેઇલ ઓપ્શન એક્ટિવેટ કરવાનો રહેશે.
- ત્યારબાદ તમારે કોના ઇમેઇલ ઓફલાઇન જોવા છે તેને સિલેક્ટ કરવાનું રહેશે. બસ તમારી ઓફલાઇન સેટિંગ એક્ટિવેટ થઇ ગઇ છે.
આસાન સ્ટેપ દ્વારા તમે તમારા મેઇલ ઓફલાઇન વાંચી શકશો. તમારે ઇન્ટરનેટની જરૂર નહી પડે.