ઇન્ડસ્ટ્રીઝના આ તમામ લોકો ગઠબંધનની રાજનીતિથી પણ વાકેફ છે. આ લોકો સારી રીતે જાણે છે કે કેટલીક વખત ગઠબંધન એવી નીતિઓ માટે દબાણ લાવે છે જે લોકપ્રિય હોય છે. પરંતુ તેની માઠી અસર વિકાસ પર થાય છે. વિકાસ અને નાણાંકીય સંતુલન પર તેની પ્રતિકુળ અસર થાય છે. ઉદ્યોગજગત સાથે જાડાયેલા તમામ લોકો આ બાબત પણ સારી રીતે જાણે છે કે ગઠબંધનમાં સામેલ થનાર ક્ષેત્રીય પક્ષો કેટલા દબાણમાં કામ કરે છે અને તેમની કેટલી માંગણીને પૂર્ણ કરવા કેટલી હદ સુધી દબાણ લાવે છે.
ક્ષેત્રીય પક્ષો હમેંશા આર્થિક પાસાઓના બદલે તેમની રાજકીય બાબતો પર વધારે ધ્યાન રાખે છે. રાજકીય ફાયદાને વધારે મહત્વ આપે છે જેથી દેશની પ્રગતિની ગાડી રોકાઇ શકે છે. આવી સ્થિતીમાં મોટા ભાગના સીઇઓ માને છે કે મોદી ખુબ સારી કામગીરી અદા કરી રહ્યા છે. આવી સ્થિતીમાં પ્રશ્ન એ થાય છે કે શુ સીઇઓના સર્વેમાં આ વિવિધતાથી ભરેલા દેશમાં તમામ લોકોના મનને જાણવાના પ્રયાસ થઇ ચુક્યા છે.
કેમ બ્લુ ચીપ કંપનીઓ માટે સેંસેક્સ પડકારરૂપ હોવા છતાં તેમના જ ૮૬ ટકા લોકો મોદીની સાથે દેખાઇ રહ્યા છે. કેમ તેમને લાગે છે કે ભાજપ બીજા પક્ષો કરતા વધારે સારી કામગીરી કરશે અને વિકાસના માર્ગ પર વધારે મજબુતી સાથે આગળ વધશે. દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશમાં ચૂંટણી જીતવા માટેની બાબત હમેંસા પડકારરૂપ રહે છે. આ વખતે મોદીને સત્તા પરથી દુર કરવા માટે તમામ ક્ષેત્રીય પક્ષો તેમની મહત્વકાંક્ષાને બાજુમાં મુકી રહ્યા છે. ભાજપની વધતી જતી તાકાતના કારણે વિરોધ પક્ષોને એક બીજાની સાથે સારા સંબંધ ન હોવા છતાં એક મંચ પર આવવાની ફરજ પડી છે. તેમની સાથે આવવાની મજબુરી છે. કારણ કે કોઇ પાર્ટી એકલા હાથે ભાજપની સામે ટક્કર લેવાની સ્થિતીમાં નથી.