અમદાવાદ : રાજ્યમાં હાલમાં હિટવેવની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સમયમાં ૧થી ૨ ડિગ્રી તાપમાન વધશે. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. એપ્રિલ મહિનામાં આમ તો તાપમાન સામાન્ય રહેશે પરંતુ પ્રથમ સપ્તાહમાં બે દિવસ તાપમાનમાં વધારો થશે જે બાદ તાપમાન સામાન્યથી નીચુ રહેશે. રાજ્યના તાપમાનમાં સામાન્ય કરતા એક ડિગ્રીનો ઘટાડો થશે. જ્યારે બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેશે. ત્રીજા અને ચોથા અઠવાડિયામાં પણ સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી નોંધાયુ છે. સૌથી વધુ તાપમાન અમરેલી જિલ્લામાં ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.