આશરે પાંચ વર્ષ પહેલા જ્યારે રિઝર્વ બેંકના તત્કાલીન ગવર્નર રઘુરામ રાજને એમ કહ્યુ કે ભારતીય બેકિંગ ક્ષેત્ર સંકટમાં છે તો તમામ લોકો અને દેશના અર્થશાસ્ત્રીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. રાજને કહ્યુ હતુ કે કેટલીક મોટી કંપનીઓએ તેમની લોનની રકમની ફેરચુકવણી કરવામાં સફળ સાબિત થઇ રહી નથી. તેમના નિવેદનની ચર્ચા નિષ્ણાંતોમાં પણ રહી હતી. જ્યારે અમેરિકામાં સબ પ્રાઇમ સકંટના કારણે અમેરિકા જ નહી બલ્કે સમગ્ર દુનિયાના બેકિંગ ક્ષેત્રમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ ત્યારે ભારતના બેકિંગ ક્ષેત્રની હાલત સારી હતી. એટલુ જ નહી બલ્કે તેમના લાભ વધી રહ્યા હતા. કેટલીક સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકોને છોડી દેવામાં આવે તો ભારતીય બેકિંગ વ્યવસ્થા દુનિયામાં એક દાખલા સમાન બની ગઇ હતી. ભારતના નિતી નિર્માતા આ બાબતને લઇને ગર્વ અનુભવ કરી રહ્યા હતા કે ભારતની બેકિંગ વ્યવસ્તા દુનિયાની વ્યવસ્થા કરતા અલગ છે. જેથી ભારતની બેકિંગ વ્યવસ્થાને વિશ્વના અન્ય દેશોમાં થતી ઉથલપાથલની અસર થતી નથી. આ વાસ્તવિકતા છે કે ભારતની બેકિંગ વ્યવસ્થા અમેરિકા અને યુરોપિયન વ્યવસ્થા કરતા ખુબ મજબુત છે. છતાં છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ભારતીય બેકિંગ એક મોટા સંકટમાંથી પસાર થઇ રહી છે.
ભારતની સરકારી અને ખાનગી એમ બન્ને પ્રકારની બેંકોની એનપીએ નવ લાખ કરોડ રૂપિયાના આંકડા સુધી પહોંચી ગઇ હતી. જો કે તમામ બેંકોમાં એક જેવી સ્થિતી રહી નથી. કેટલીક બેંકો મોટા પાયે એનપીએથી પરેશાન છે. જ્યારે અન્ય બેંકોમાં સમસ્યા એટલી ગંભીર નથી. કોઇ પણ લોનના એનપીએ હોવાના બે કારણ હોઇ શકે છે. પહેલુ કારણ એ છે કે બેંકોમાં સંચાલની બાબત યોગ્ય નહી હોવાની છે. જેના કારણે જાણી જોઇને હવે વિચારણા કર્યા વગર જાખમી લોન આપી દેવાની બાબત સામેલ છે. બીજુ કારણ અર્થ વ્યવસ્થા ધીમી હોવાના કારણે કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા લેવામાં આવેલી લોનની ફેરચુકવણી કરવામાં પરેશાની છે. અગાઉની સરાકરના આર્થિક ખરાબ સંચાલનના કારણે પણ જટિલ સ્થિતી સર્જાઇ જાય છે. કોંભાડો અને કોર્પોરેટની સાથે મિલિભગત્ના કારણે કોર્પોરેટ લોન એનપીએમાં ફેરવાઇ જવાના કેટલાક કારણ હોય છે. મંદીના કારણે કેટલાક કેસોમાં યોગ્યરીતે આપવામાં આવેલી લોનની ફેરચુકવણીમાં પણ તકલીફ આવી રહી છે. રાજકીય નેતૃત્વની મિલીભગતના કારણે મોટા ભાગે લોન એનપીએ થાય છે.
વિજય માલ્યા, નિરવ મોદી, મહેલુ ચોકસી સહિતના કેટલાક દાખલા અમારી સામે રહેલા છે. જ્યાં લોન લેનાર નાણાંકીય સંસ્થાઓની અથવા તો કોર્પોરેટ કંપનીઓની આર્થિક સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવી ન હતી. અથવા તો બેકિૅગ મેનેજમેન્ટની નબળાઇ પણ તેમાં દેખાઇ આવે છે. એનપીએ મામલે રીઝર્વ બેંક ચિંતાતુર છે. હાલના પીએનપી કોંભાડ બાદ કેટલાક પગલા નવા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેડ લોન સાથે જાડાયેલા નિયમોમાં કોઇપણ છુટછાટ આપવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, કઠોર નિયમોને અમલી કરવામાં આવ્યા બાદ લોન લેનાર લોકો પોતાની હદમાં રહેશે અને બેંક પણ કોઇપણ પ્રકારની લોનને છુપાવી શકશે નહીં. આ મામલાથી વાકેફ રહેલા બે વરિષ્ઠ અધિકારીઓએ આજે આ મુજબની માહિતી આપી હતી.
રિઝર્વ બેંકે ૧૨મી ફેબ્રુઆરીના દિવસે સ્ટ્રેસ્ડ એસેટના નિયમોમાં ફેરફાર કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, કંપનીના એક દિવસના પણ લોન પર ડિફોલ્ટ કરવાની સ્થિતિમાં બેંકોને રિઝોલ્યુશન પ્લાન ઉપર કામ શરૂ કરવું પડશે. બેંકો હવે આ નિયમોને વધુ કઠોર બનાવી રહી છે. તેમનું કહેવું છે કે, આ પ્રકારના બેડલોનમાં અતિ ઝડપથી વધારો થતાં તકલીફ ઉભી થઇ રહી છે. રિઝર્વ બેંકના નવા નિયમોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, બેંકોને ડિફોલ્ટના ૧૮૦ દિવસની અંદર રિઝોલ્યુશન પ્લાન તૈયાર કરવાના રહેશે. જો આવું નહીં કરી શકાય તો એ લોન એકાઉન્ટ દેવાળિયા તરીકે ગણાવીને કોર્ટમાં મોકલી દેવામાં આવશે.
કેગ અને અન્ય સંસ્થાઓ દ્વારા કેટલાક મોટા કોંભાડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં કોલસા કોંભાડ, ટુજી કોંભાડ, કોમનવેલ્થ ગેમ્સ કોંભાડનો સમાવેશ થાય છે. આવા બીજા કોંભાડો પણ સપાટી પર આવ્યા છે. બેંકો દ્વારા ખોટી રીતે લોન આપી દેવાની બાબત પણ આના હિસ્સા તરીકે છે.