આફ્રિકા સાથે સંબંધને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે આફ્રિકા પૃથ્વીના આશરે ૩૦ ટકા ખનિજ ભંડારને પોતાના ગર્ભમાં છુપાવીને રહેલુ છે. જા કે તેમની નાણાંકીય વ્યવસ્થાને મોટા પાયે વિકાસની જરૂર છે. ભારત આમાં નિર્ણાયક ભૂમિકા અદા કરી શકે છે. આફ્રિકાની પાસે યુરેનિયમ અને ક્રુડ ઓઇલના ભંડારો રહેલી છે. અલબત્ત ભારત હાલના સમયમાં પોતાની જરૂરિયાત પૈકી ૭૦ ટકા જરૂરિયાત અખાત દેશોમાંથી મેળવે છે.
જા કે ઇરાન, ઇરાક અને અન્ય ઉત્પાદક દેશોની અમેરિકા સાથે સતત ખેંચતાણ ચાલી રહી છે. જેના કારણે કેટલીક વખત ભારત પર પણ આ દેશોમાંથી આયાતને ઘટાડી દેવા માટે દબાણ લાવવામાં આવે છે. આવી સ્થિતીમાં ભારત તેની તેલની જરૂરિયાત પૈકી એક મોટા હિસ્સાને આફ્રિકા પાસેથી મેળવી શકે છે. સાથે સાથે અમેરિકાના દબાણને દુર કરી શકે છે. અમેરિકાના અખાત દેશો સાથે ક્યારેય સારા સંબંધ રહ્યા નથી. અખાતી દેશો પર અમેરિકાએ કેટલાક શરતી પ્રતિબંધો પણ પહેલાથી જ લાગુ કરેલા છે. આવી સ્થિતીમાં આફ્રિકાને પ્રાથમિકતા આપવા માટેની ભારતની યોજના અસરકારક છે. આનાથી લાંબા ગાળે ફાયદો થનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આફ્રિકાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. મોદી આફ્રિકા દેશોની સાથે નવી નવી સમજુતી કરી રહ્યા છે.