નવીદિલ્હી : દેશના જુદા જુદા ભાગોમાં બળાત્કાર જેવા જઘન્ય બનાવોને રોકવા માટે વિવિધ પગલા લેવામા ંઆવી રહ્યા હોવા છતાં બનાવો હજુ પણ બની રહ્યા છે. છેલ્લા વર્ષના આંકડા હજુ ુસધી જારી કરવામાં આવ્યા નથી પરંતુ અગાઉના વર્ષોના આંકડા પર ધ્યાન આપવામાં આવે તો મહિલાઓની સુરક્ષાને લઇને કેટલીક ગંભીર ચિંતા ઉપસી આવે છે. આંકડા દર્શાવે છે કે ૨૦૧૭માં મહિલાઓની સામે અપરાધના આશરે ૩.૩૮ લાખ મામલા નોંધવામાં આવ્યા હતા. આમાથી ૧૧.૫ ટકા મામલા બળાત્કારના હતા. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, દરેક કલાકમાં દેશમાં ૩૯ બળાત્કાર થઇ રહ્યા છે અને ચાર પૈકી એક આરોપીને જ સજા મળી શકી છે. સંરક્ષકો જ ભક્ષકો બની રહ્યા છે ત્યારે દેશમાં આજે પુત્રીઓ સુરક્ષિત દેખાઈ રહી નથી. આજે પણ નવા નવા બનાવ સપાટી પર આવી રહ્યા છે.
૩૦૦૦૦થી પણ વધારે બળાત્કારના કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. દરેક ચાર આરોપી પૈકી માત્ર એક જ સજા થઇ છે. આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે, ૩૦ ટકાની આસપાસ જનપ્રતિનિધિઓ પોતે પણ ગુનેગારી રેકોર્ડ ધરાવે છે. ૧૫૮૧ વર્તમાન જનપ્રતિનિધિઓ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. ૫૧ પર મહિલાઓની સામે અપરાધના કેસો નોંધાયેલા છે. ચાર જનપ્રતિનિધિઓ ઉપર રેપના કેસ ચાલી રહ્યા છે. મહિલાઓ સામે અપરાધની વાત કરવામાં આવે તો ભાજપના ૧૪ની સામે, શિવસેનામાં ૭ની સામે અને ટીએમસીમાં ૬ની સામે કેસ ચાલી રહ્યા છે. અપરાધિક જન પ્રતિનિધિઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે.
સતત એક પછી એક વર્ષમાં આમા વધારો થઇ રહ્યો છે. ૨૦૦૪માં આ આંકડો ૨૪ ટકા હતા જે ૨૦૦૯માં વધીને ૩૦ ટકા થયો હતો. ૨૦૧૪માં વધીને ૩૪ ટકા થઇ ગયો છે. ૨૦૧૬માં મહિલાઓની સામે રેપની હોરર સ્ટોરી સપાટી ઉપર આવી હતી. ૩૩૮૫૯૪ મામલા મહિલાઓની સામે અપરાધના કેસ તરીકે હતા જે પૈકી ૩૮૯૪૭ બળાત્કારના કેસના હતા.અથવા તો ૧૧.૫ ટકા કેસ બળાત્કારના છે.
રાજસ્થાન ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં રેપના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થયો છે. ૨૦૦૭માં પ્રતિકલાક રેપના મામલાની સંખ્યા ૨૧ હતી જે હવે વધી ગઈ છે અને આ આંકડો હવે ૨૦૧૭માં ૩૯ ઉપર પહોંચ્યો હતો. વર્ષ ૨૦૧૮ના આંકડા પૂર્ણ રીતે હજુ જારી કરવામાં આવ્યા નથી.