હિજાબ ન પહેરેલ બે છોકરીઓ પર યુવકે ફેક્યું દહીં, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઈરાનમાં મહિલાઓ પર હિજાબ પહેરવાની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હિજાબના કારણે ઈરાની મહિલાઓને વિવિધ પ્રકારના ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર હિજાબને લઈને એટલી કડક બની ગઈ છે કે, તેણે મોરાલિટી પોલીસની રચના કરી છે. હાલમાં જ ઈરાનમાં આવી જ એક ઘટના CCTVમાં કેદ થઈ છે. બે સ્ત્રીઓ, તેમના ચહેરા હિજાબથી ઢંકાયેલા ન હતા, એક દુકાન પર રાહ જોઈ રહી હતી. ત્યારે જ ત્યાંથી પસાર થતો એક વ્યક્તિ અચાનક દુકાને આવે છે, અને શેલ્ફ પર રાખેલ દહીં તેના ચહેરા અને વાળમાં નાખે છે. જોકે, દુકાનદારે તે વ્યક્તિને ધક્કો મારીને દુકાનમાંથી બહાર કાઢ્યો હતો. નવાઈની વાત એ છે કે, પોલીસે મહિલાઓની પણ ધરપકડ કરી છે. ઈરાનના મશહદમાં જાહેરમાં હિજાબ ન પહેરવા બદલ મહિલાઓ પર દહીં ફેંકી હોવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, આ શખ્સે દુકાનના પરિસરમાં હંગામો મચાવ્યો હતો, અને તેના માટે સ્ટાફ દ્વારા તેને દુકાનની બહાર હાંકી દેવામાં આવ્યો હતો.

જોકે, આ ઘટનામાં  મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે, અને તેમની સાથે આ બદમાશની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિનું નિવેદન પણ આપ્યું?… વીડિયો વાયરલ થયા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ શનિવારે કહ્યું કે, ઈરાનમાં હિજાબને લઈને કાયદો છે, અને તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. બાદમાં, તેમણે સ્પષ્ટતા કરી કે, ઈરાની મહિલાઓએ “ધાર્મિક જરૂરિયાત” તરીકે હિજાબ પહેરવો જોઈએ. તે જાણીતું છે કે, ૨૨ વર્ષીય મહસા અમીનીને યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ નૈતિક પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી હતી,

Share This Article