યુવકને સ્પાની યુવતી સાથે પ્રેમ થયો, પત્નીએ દબોચ્યો, છેવટે સ્પાની યુવતીની દુષ્કર્મની ફરિયાદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સભ્ય સમાજ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં ખાડીયાના યુવકને સ્પાની યુવતી સાથે પ્રેમ થયો અને આનંદનગર વિસ્તારમાં લીવ ઇનમાં રહેવા લાગ્યા હતા. આ અંગે વસ્ત્રાપુર પોલીસે યુવક સામે દુષ્કર્મનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. શહેરના ખાડિયા વિસ્તારમાં નાસીર હુસેન ઘાંચી (ઉ.૨૭) પરિવાર સાથે રહે છે. નાસીર તેની પત્ની સાથે રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. નાસીર સ્પામાં જવાની શરુઆત કરી હતી દરમિયાનમાં વસ્ત્રાપુરમાં આવેલા સ્પામાં તે વારંવાર જવા લાગ્યો હતો. જ્યા ૩૭ વર્ષીય મહિલા સાથે તેને આંખ મળી ગઇ હતી.

નાસીર વારંવાર જવા લાગતા તેને મહિલા સાથે પ્રેમ થઇ ગયો હતો. આમ ૧૦ વર્ષ મોટી મહિલા સાથે પ્રેમ થઇ ગયા બાદ એટલા હદે પ્રેમમાં પડ્યા કે, બંને લીવ ઇનમાં રહેવાનું નક્કી કર્યું હતું. દરમિયાનમાં આનંદનગર વિસ્તારમાં મહિલાના નામે એક મકાન ભાડે રાખ્યું હતું અને લીવ ઇનમાં રહેવા લાગ્યા હતા. દરમિયાનમાં નાસીર ઘાંચીની પત્નીને આ અંગે જાણ થતાં તે ફ્લેટ પર પહોચી ગઇ હતી અને તેને હોબાળો મચાવ્યો હતો. દરમિયાન ઝઘડો થયો હતો બાદમાં બંને વચ્ચે સમાધાન થયુ હતું. તેના થોડા સમય બાદ સ્પાની મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોધાવી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે આરોપી નાસીરની શોધખોળ હાથ ધરી છે.

Share This Article