ભાઈ સાથે સગાઈ તોડવાની અદાવતમાં યુવકે યુવતીને ઘરે બોલાવી ૧૦મા માળેથી ધક્કો મારી દીધો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સુરત : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક યુવકે યુવતીને ૧૦મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવ જહાંગીરપુરાના પ્રધાનમંત્રીના સુમન વંદના આવાસનો છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ૨૮ વર્ષીય જુનેદ નૂર મોહમ્મદ બાદશાહે સીદી હબીબા બાનુને ૧૦મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી દીધી છે. હત્યાનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. જુનેદ નૂર મોહમ્મદ બાદશાહના ભાઈ સાથે યુવતીની એક વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. યુવતીએ હત્યારા યુવકના ભાઈ સાથે સગાઈ તોડી નાખી હતી. જે બાદ ઈન્સ્ટાગ્રામ પર યુવતી તેના મોટાભાઈ જુનેદ નૂર મોહમ્મદ બાદશાહ સાથે ફરી સંપર્કમાં આવી હતી. ભાઈ સાથે સગાઈ તોડવાની અદાવતમાં યુવકે યુવતીને ઘરે બોલાવી હતી. જે બાદ યુવકે યુવતી સાથે ઝઘડો કર્યો. તો યુવતીએ બચવા માટે ચપ્પુ વડે જુનેદ નૂર મોહમ્મદ બાદશાહ પર હુમલો કર્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થઈ હતી. જાે કેહત્યારા યુવકે યુવતી પાસેથી ચપ્પુ લઇને યુવતીને ઘરના દસમા માળની ગેલેરીમાંથી નીચે ફેંકી દીધી હતી. જેમાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જે બાદ હત્યારો ઇજાગ્રસ્ત યુવક જાતે સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે આ કેસમાં હત્યારા યુવકની ધરપકડ કરી છે.

Share This Article