દનિયાના બીજા નંબરની ટુ-વ્હિલર ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા પોતાની દમદાર બાઇક એક્સટ્રીમ 200Rને ભારતમાં લોંચ કરવામાં આવી છે. હીરો મોટોકોર્પ ટૂંક જ સમયમાં ગ્રાહક બુકિંગ શરૂ કરશે.
એક્સટ્રીમ 200Rના ફિચર્સઃ
પરફોર્મન્સ અને ટેકનોલોજીઃ
એન્જીનઃ
- નવી એક્સટ્રીમ 200R બીએસ-૪ ૨૦૦સીસી એરકૂલ્ડ એન્જિન ધરાવે છે.
- આ એન્જિન ૮૦૦૦આરએમપી પર ૧૮.૫ પીએસનો મહત્તમ પાવર અને ૬૫૦૦આરપીએમ પર ૧૭.૧એનએમ ટોર્ક જનરેટ કરે છે.
- તે ૬૦ કિમીની ગતિ પકડવા માટે ૪.૬ સેકન્ડનો સમય લે છે અને મહત્તમ ૧૧૪ કિમી પ્રતિ કલાકની ગતિ પ્રાપ્ત કરે છે.
ફ્રેમ અને ઇર્ગોનોમિક્સઃ
- નવી એક્સટ્રીમ 200R સ્ટીફ ફ્રેમ છતાં હળવાવજન સાથે આવે છે.
- હોન્ડલબાર, સીટ અને ફૂટ-પેગ્સ સ્ફૂર્તિ અને આરામદાયકનું યોગ્ય સંતુલન પ્રદાન કરે છે.
ડિઝાઇન અને સ્ટાઇલઃ
- એક્સટ્રીમ 200R આક્રમક સ્ટાઇલિંગ ધરાવે છે.
- બોલ્ડ ફ્યુલ ટેંક, સ્પોર્ટી હેડલાઇટ, ગાઇડ લાઇટ સાથેના આઇબ્રો શેપ્ડ એલઇડી પાયલોટ લેમ્પ અને એલઇડી ટેઇલ લેમ્પ, સ્પોર્ટી ઇર્ફોમેશન ક્લસ્ટર અને આંકર્ષક ડ્યુયલ ટોન ગ્રાફિક્સ ધરાવે છે.
નિયંત્રણ અને સલામતીનો ઉમેરોઃ
- ૨૭૬એમએમ ફ્રન્ટ ડિસ્ક અને ૨૨૦ એમએમ રીયર ડિસ્ક બ્રેક્સ સિસ્ટમ તથા વૈકલ્પિક એબીએસ સીસ્ટમ જેવા સેફ્ટી ફિચર્સ
- સુનિશ્ચિત નિયંત્રણ માટે ૩૭ એમએમ બ્રોડ ફ્રન્ટ ફોર્ક
- ઉમદા રાઇડ માટે ૭ સ્ટેપ્સ એડજસ્ટેબલ મોનો-સોક સસ્પેન્શન ટેકનોલોજી