વિશ્વનું સૌથી ઊંચું ફાઈટર એરફિલ્ડ લદ્દાખમાં બનશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન લદ્દાખના ન્યોમામાં વિશ્વનું સૌથી ઉંચુ કોમ્બેટ એરબેઝ બનાવવા જઈ રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુના દેવક બ્રિજથી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સતત તણાવ ચાલી રહ્યો છે. માનવામાં આવે છે કે આ ફાઈટર એરપોર્ટના નિર્માણથી ભારત ચીનને ટક્કર આપશે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, BRO ચીફ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ કહ્યું હતું કે ભારત આગામી બે-ત્રણ વર્ષમાં ચીનને પાછળ છોડી દેશે. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર એલએસીના ૩૪૮૮ કિમી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ઝડપથી કામ કરી રહી છે. લેફ્ટનન્ટ જનરલે કહ્યું હતું કે માત્ર બેથી ત્રણ વર્ષમાં ૧૧ હજાર કરોડ રૂપિયાના ૨૯૫ પ્રોજેક્ટ પૂરા થયા છે. મોદી સરકારની અગાઉની સરકારો સાથે સરખામણી કરતા BRO ચીફે કહ્યું કે ચીને ભારત પહેલા LAC સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે એક દાયકા પહેલા આ વિસ્તારમાં વિકાસ અંગે અમારી વિચારસરણી થોડી સંરક્ષણાત્મક હતી.

રાજીવ ચૌધરીએ કહ્યું કે મોદી સરકારે જૂની નીતિ બદલી છે અને LAC પર કામને વેગ આપવા માટે અમને સમર્થન આપી રહી છે. ચૌધરીએ જણાવ્યું કે ૨૦૦૮માં અમારું બજેટ અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયા હતું. જ્યારે ૨૦૧૭માં તે વધીને અંદાજે ૬૦૦૦ કરોડ રૂપિયા થઈ ગયો. આ પછી ૨૦૧૯માં આ બજેટ વધીને ૮૦૦૦ કરોડ રૂપિયા થઈ ગયું. ગયા વર્ષે અંદાજે રૂ. ૧૨,૩૪૦ કરોડનો ખર્ચ થયો હતો.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/9bbe6eabd0b23d0215f8c5cbb90d29cb.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151