ભારતની આયાત પર ર્નિભરતા ઘટાડવામાં અને ઊર્જા સંક્રમણમાં મદદ કરશે
અમદાવાદ : અબજાેપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું જૂથ ગુજરાતના મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું મુજબ, આ પ્લાન્ટ ભારતની આયાત પર ર્નિભરતા ઘટાડવામાં અને ઊર્જા સંક્રમણમાં મદદ કરશે. એક મિ઼ડીયા રિપોર્ટ અનુસાર, ૧.૨ બિલિયન યુએસ ડોલરના રોકાણ સાથે બનાવવામાં આવેલ આ પ્લાન્ટ માર્ચના અંત સુધીમાં તેનું પ્રથમ તબક્કાનું સંચાલન શરૂ કરશે. મિડીયા રિપોર્ટમાં વધુ જણાવ્યા અનુસાર, આ પ્લાન્ટ ૧ મિલિયન ટનની ક્ષમતા સાથે માર્ચ ૨૦૨૯ સુધીમાં સંપૂર્ણ પાયે કામગીરી શરૂ કરશે. ચીન અને અન્ય દેશોની જેમ ભારત પણ તાંબાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરી રહ્યું છે, જે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવા માટે મહત્વની ધાતુ છે. ઈલેક્ટ્રિક વાહનો ( EV ), ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ફોટોવોલ્ટેઈક , પવન ઉર્જા અને બેટરી જેવી ઉર્જા સંક્રમણ માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓને તાંબાની જરૂર પડે છે. તેમજ રિપોર્ટ અનુસાર, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ ( AEL ) ની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ બે તબક્કામાં વાર્ષિક ૧ મિલિયન ટન ક્ષમતાનો કોપર રિફાઇનરી પ્રોજેક્ટ સ્થાપી રહી છે. પ્રથમ તબક્કામાં વાર્ષિક પાંચ લાખ ટનની ક્ષમતાનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ માટે KCL જૂન ૨૦૨૨માં ધિરાણ મેળવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, અદાણી ગ્રુપ રિસોર્સિસ બિઝનેસ, લોજિસ્ટિક્સ, રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેની મજબૂત સ્થિતિનો લાભ લઈને કોપર બિઝનેસમાં વૈશ્વિક લીડર બનવા માંગે છે. હાલ ભારતમાં તાંબાનો વપરાશ લગભગ ૬૦૦ ગ્રામ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ ૩.૨ કિગ્રા છે.
Here are ten key points highlighting Jay Patel’s contributions to IFFI, his role as a producer, and his engagement with influential films
Special Screening at the 50th IFFI: Jay Patel’s film, I’m Gonna Tell God Everything, was featured in a special screening...
Read more