ચન્દ્રયાન-બેની અધુરી સફળતા રહી હોવા છતાં વિશ્વભરમાં ભારતીય વૈજ્ઞાનિકોએ ડંકો વગાડી દીધો છે. દુનિયાભરમાં ભારતીય વૈજ્ઞાનિકોની કુશળતા, તેમની ક્ષમતા અને કટિબદ્ધતાની પ્રશંસા થઇ રહી છે. બ્રિટન, અમેરિકા, રશિયા અને દુનિયાના અન્ય દેશો પણ ભારતના આ સાહસની પ્રશંસા કરી ચુક્યા છે. દેશના કરોડો લોકો દેશના વૈજ્ઞાનિકોની કુશળતા પર ગર્વ કરી રહ્યા છે. કરોડો ભારતીય લોકો માની રહ્યા છે કે ચન્દ્રયાન-૨ મિશન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યુ નથી. આશા હજુ જીવંત છે.
સમગ્ર મિશનમાં માત્ર પાંચ ટકા જેટલુ નુકસાન થયુ છે. ઓર્ટિબર અપેક્ષિત યોજના મુજબ કામ કરી રહ્યુ છે. ચન્દ્રની નજીક પહોંચ્યા બાદ વિક્રમ લેન્ડરની સાથે અંતિમ ક્ષણોમાં ઇસરોનો સંપર્ક તુટી જતા દેશવાસીઓના મન ભારે થઇ ગયા હતા. જો કે મનોબળ આના કારણે અનેક ગણુ મજબુત થઇ ગયુ છે અને હવે પછી આ જ મિશનને ભારત સફળતાથી પાર પાડશે તેમ તમામ ભારતીય લોકો નક્કરપણે માની રહ્યા છે. સાથે સાથે ઇસરોના વૈજ્ઞાનિકો આ મિશનને સફળ કરશે તેમ કરોડો ભારતીયોને વિશ્વાસ છે. અમેરિકા, બ્રિટન અને દુનિયાના દેશો ભારતના આ સાહસી મિશનની ભારે પ્રશંસા કરી રહ્યા છે. કરોડો ભારતીય લોકોના ચન્દ્ર પર સ્પર્શ કરવાના સપનાને પૂર્ણ કરવા ભારતીય વૈજ્ઞાનિકો તૈયાર છે. ૨૨મી જુલાઇના દિવસે સફળતાપૂર્વક ચન્દ્રયાન-૨ને લોંચ કરવામાં આવ્યા બાદ કરોડો ભારતીય લોકોની ચન્દ્ર પર ઉતરાણ કરવાને લઇને ઉત્સુકતા સતત વધી રહી હતી.
લોન્ચ થયા બાદ ૪૮ દિવસ પછી અને ૩૮૮૪૦૦ કિલોમીટરની સફર કર્યા બાદ ચન્દ્રના હજુ સુધી નહીં જોવામાં આવેલા દક્ષિણ ધ્રુવ અથવા તો સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે વિક્રમ લેન્ડર છેલ્લી ઘડીએ આગળ વધી રહ્યુ હતુ. ઇસરોના બેંગલોર સેન્ટર ખાતે આ ઐતિહાસિક દિવસ અને ક્ષણના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૭૦થી વધારે બાળકો સાથે ઉપસ્થિત હતા. ઇસરોના વૈજ્ઞાનિકો, એન્જિયરો અને અન્ય સ્ટાફની જોરદાર હાજરી હતી. વિક્રમ લેન્ડર ઇસરોની અપેક્ષા મુજબ આગળ વધી રહ્યુ હતુ. ચન્દ્ર પર ઉતરાણ કરવાથી માત્ર ૨.૧ કિલોમીટરના અંતરે વિક્રમ લેન્ડર રહ્યુ હતુ. એ જ વેળા વિક્રમ લેન્ડર સાથે અંતિમ ક્ષણોમાં ઇસરોનો સંપર્ક તુટી ગયો હતો. આની સાથે જ ખુશીનુ વાતાવરણ એકાએક નિરાશામાં બદલાઇ ગયુ હતુ. સંપર્ક તુટી ગયા બાદ વિક્રમ લેન્ડર તરફથી ઇસરોને કોઇ પણ પ્રકારના સિગ્નલો હજુ સુધી મળ્યા નથી. ડેટામાં નિરીક્ષની કામગીરી ચાલી રહી છે પરંતુ હજુ સુધી ડેટા મળ્યા નથી. ભારતના મુન મિશનને બ્રેક વાગી હોવા છતાં આ પ્રોજેક્ટ પણ આગળ વધનાર છે પરંતુ તેમાં તમામ વધારે ધ્યાન આપવામાં આવનાર છે. મોડી રાત્રે બરોબર ૧-૫૫ વાગે વિક્રમ લેન્ડર ચન્દ્રની સપાટી પર સ્પર્શ કરનાર હતુ. જો કે છેલ્લી ઘડીએ સંપર્ક કપાયો હતો. આની સાથે જ ઇસરોના વૈજ્ઞાનિકો ફાઇન બ્રેકિંગ ફેઝ વેળા નિરાશ દેખાયા હતા.
દેશના કરોડો લોકો ચન્દ્ર મિશનને ટીવી પર નિહાળી રહ્યા હતા. સંપર્ક તુટી ગયા બાદ ઇસરોના ડિરેક્ટર કે શિવન હતાશ ચહેરા સાથે મોદી પાસે પહોંચી ગયા હતા. તેમને ઘટનાક્રમ અંગે માહિતી આપતા કહ્યુ હતુ કે સર સોરી, ચન્દ્રયાન-૨ સાથે આપણો સંપર્ક તુટી ગયો છઠે તમામ કોમ્યુનિકેશન નેટવર્ક ઠપ થઇ ગયુ છે. ડેટામાં તપાસ કરવામાં આવી રહી છે. ક્યાં ત્રુટિ રહી ગઇ છે તેમાં ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારબાદ તમામ વૈજ્ઞાનિકોમાં વાતચીત ચાલતી રહી હતી. ભારતનુ મિશન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યુ નથી. ૯૭૮ કરોડ રૂપિયાના ખર્ચ સાથે મુન મિશનને લઇને ભારે ઉત્સુકતા જાવા મળી રહી હતી. એક વર્ષનુ આયુષ્ય ધરાવનાર ઓર્ટિબર ચન્દ્રની અનેક તસ્વીરો મોકલી શકે છે. ઇસરોના સેન્ટરનો સંપર્ક છેલ્લી ઘડી સુધી રહેલો હતો. જ્યારે ફાઇન બ્રેકિંગ ફેજમાં અમે હતા ત્યારે એકાએક તકલીફ પડી હતી. ચન્દ્રયાન-૨માં પૂર્ણ અને અપેક્ષિત સફળતા મળી નથી પરંતુ આ મિશન ૯૫ ટકા સુધી સફળ રહ્યુ છે. દુનિયાભરમાં ભારતીય વૈજ્ઞાનિકો અને ઇસરોની કુશળતાની નોંધ લેવામાં આવી છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિતના દેશોના લોકો અને અખબારો કહી રહ્યા છે કે ઇસરોની સફળતા શાનદાર છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે લેન્ડર સાથે સંપર્ક તુટી જવાની બાબત ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે એક ફટકો ચોક્કસપણે છે પરંતુ હજુ તમામ બાબતો ખતમ થઇ નથી.
તમામ લોકો જાણે છે કે ભારતે ચન્દ્રયાન-૨ની સાથે પણ આર્બિટર ચન્દ્ર પર પહોંચાડી દીધુ હતુ.આ વખતે આર્બિટર વધારે આધુનિક છે. ઇસરોના પૂર્વ વડા જી. માધવન નાયર પણ કહી ચુક્યા છે કે ચન્દ્રયાન-૨ દ્વારા ૯૫ ટકા ઉદ્ધેશ્યોને હાંસલ કરવામાં આવી ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે ૨૨મી જુલાઇના દિવસે ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ ચંદ્રયાન-૨ની સફળ લોન્ચિંગની સાથે જ એક નવો ઇતિહાસ રચી દીધો હતો. લોન્ચિંગ બાદ ચંદ્રની સપાટી ઉપર ઉતારવાના સૌથી મોટા મિશનની શરૂઆત થઇ ગઇ હતી. એક પછી એક પડકાર સફળ રીતે પાર પડી રહ્યા હતા. ચંદ્રયાન-૨ શ્રીહરિકોટાના લોંચ સ્થળથી ચંદ્ર સુધીની ત્રણ લાખ ૮૪ હજાર કિલોમીટરની યાત્રા ઉપર નિકળી ગયા બાદ ઇસરોએ પોતાનો ડંકા વધાર્યો હતો. સ્વદેશી ટેકનિકથી નિર્મિત ચંદ્રયાન-૨માં કુલ ૧૩ પેલોડ રાખવામાં આવ્યા હતા. આઠ ઓર્બિટરમાં ત્રણ પેલોડ લેન્ડર વિક્રમ અને બે પેલોડ રોવર પ્રજ્ઞાન હતા. લેન્ડર વિક્રમનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ જનક ડો. વિક્રમ સારાભાઇના નામ પર રાખવામાં આવ્યુ હતુ.