ઠંડીથી દુનિયા બેહાલ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

હાલના દિવસોમાં માત્ર અમેરિકા અને યુરોપમાં જ નહીં બલ્કે સમગ્ર ઉત્તરીય ધ્રુવ પર પડી રહેલી કાતિલ ઠંડીના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. હવામાન વિભાગ તરફથી આ અભૂતપૂર્વ ઠંડી માટે પોલાર વોર્ટેક્સને જવાબદાર ગણવામાં આવે છે. આર્કટિક ૭ેત્રાં પોલર વોર્ટેક્સથી હવામાં ઉતારચઢાવના કારમે ગયા ડિસેમ્બરથી લઇને હજુ સુધી ઉત્તરીય હિસ્સામાં કાતિલ ઠંડી યથાવત રીતે જારી છે. શિકાગોમાં તાપમાન શુન્યથી માઇનસ ૪૦ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયુ છે. એમ માનવામા ંઆવે છે કે આવનાર દિવસોમાં સ્થિતી વધારે ખરાબ થઇ શકે છે. આ શહેર આર્કટિંક કરતા પણ વધારે ઠંડુ બની શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ તાપમાન શુન્યથી ૪૦  અને અહીં સુધી કે માઇનસ ૭૦ સુધી નીચે પહોંચી શકે છે.

આવા હવામાનમાં ૧૦ મિનિટ સુધી પણ જા ખુલ્લા આસમાનની નીચે રહેવામાં આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે. આ ગાળા દરમિયાન ઇલિલોઇસ, વિક્સોન્સીસ અને અલબામા તેમજ જ્યોર્જિયામાં ભારે હિમવર્ષા થવાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેરને ધ્યાનમાં લઇને અમેરિકાના કેટલાક વિસ્તારોમાં તો ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. ઠંડીના કારણે દેશના કેટલાક અલગ અલગ વિસ્તારોમાં હજુ સુધ સાત લોકોના મોત થઇ ચુક્યા છે. બ્રિટનમાં તો સ્થિતી એવી થઇ ગઇ છે કે લોકો પરેશાન થયેલા છે. પાણી બરફ થઇ જતા લોકોના જીવન પર તેની અસર થઇ છે. ઉત્તર ભારતમાં પણ હાલના સમય પર અસામાન્ય ઠંડીની સ્થિતી જાવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરમાં તો હાલમાં છેલ્લા ૩૦ વર્ષની સૌથી કાતિલ ઠંડીના રેકોર્ડ પણ તુટી ગયા છે. મંગળવારના દિવસે રાજસ્થાનના ચુરુ ખાતે પારો માઇનસ ૧.૧ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ આ ઠંડીની પાછળ પણ પોલાર વોર્ટિક્સને જવાબદાર ગણવામાં આવે છે. આવી સ્થિતીમાં ઠંડીથી પરેશાન થયેલા લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે હજુ વધારે ઠંડી પડશે તો હાલત ગંભીર બની શકે છે.

જ્યારે ગ્લોબલ વો‹મગની સ્થિતી છે તો આટલી ઠંડી કેમ પડી રહી છે તેવા પ્રશ્ન પણ કરવામાં આવી રહ્યા છે. રસપ્રદ બાબત તો એ છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યુ છે કે ગ્લોબલ વો‹મગની સ્થિતી પરત આવી જાય. તેના પર તેમની ખુબ મજાક પણ થઇ ચુકી છે. વૈજ્ઞાનિકો કહે છે કે ગ્લોબલ વો‹મગનો અર્થ હવામાનમાં ગરમી આવવા સુધીનુ કારણ નથી બલ્કે જળવાયુ અસંતુલિત થવાનુ છે. આવી સ્થિતીમાં કેટલીક જગ્યાએ વધારે ઠંડી અને કેટલીક જગ્યાએ વધારે ગરમી પડી રહી છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૧૯૫૦માં અમેરિકામાં સૌથી વધારે ગરમી પડી હતી અને સૌથી વધારે ઠંડી પડવાની સ્થિતીના દિવસો બરોબર હતા. વર્ષ ૨૦૦૦ના ધસકમાં ગરમીના દિવસોની સંખ્યા ઠંડીના દિવસોની સંખ્યા કરતા બે ગણી થઇ ગઇ છે. આનો અર્થ એ થયો કે ઠંડીના દિવસોમાં જારદાર ઠંડી તો પડી રહી છે પરંતુ ઠંડીની સાથે તેના દિવસો ઘટી રહ્યા છે. ભારતમાં આ વખતે એવા પહાડી વિસ્તારોમાં બરફ પડ્યો છે જ્યાં છેલ્લા ૧૦ વર્ષમાં કોઇ હિમ વર્ષા થઇ નથી.

Share This Article