વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે, વૈશ્વિક સ્તર પર દર ૪૪ સેકેન્ડમાં એક વ્યક્તિનું મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે વૈશ્વિક સ્તર પર દર ૪૪ સેકેન્ડમાં એક વ્યક્તિનું મોત કોવિડ-૧૯ને કારણે થઈ ગયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ એડનોમ ધેબ્રેયસસે કહ્યુ કે આ વાયરસ ખતમ થશે નહીં. તેમણે પોતાની ટિપ્પણીમાં કહ્યું- નોંધાયેલા કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. આ ખુબ ઉત્સાહજનક છે પરંતુ તેની કોઈ ગેરંટી નથી કે સ્થિતિ યથાવત રહેશે. ધેબ્રેયિસસે પોતાના નિયમિત બ્રીફિંગ દરમિયાન કહ્યું- ફેબ્રુઆરી બાદથી સાપ્તાહિક રિપોર્ટ કરાયેલા મોતની સંખ્યામાં ૮૦ ટકાથી વધુનો ઘટાડો હોઈ શકે છે, તેમ છતાં પાછલા સપ્તાહે કોવિડથી દર ૪૪ સેકેન્ડમાં એક વ્યક્તિનું મોત થયું છે. તેમણે કહ્યું- તેમાંથી મોટા ભાગના મોતોને ટાળી શકાય છે. તમે મને તે કહેતા સાંભળીને થાકી ગયા હશો કે મહામારી ખતમ થઈ નશી, પરંતુ હું આ ત્યાં સુધી કહેતો રહીશ જ્યાં સુધી વાયરસ ખતમ થશે નહીં. WHOઆગામી સપ્તાહે છ સંક્ષિપ્ત નીતિનો એક સેટ પ્રકાશિત કરશે, જેમાં તે જરૂરી કાર્યવાહીઓનો ઉલ્લેખ કરવામાં આવશે જે બધી સરકારો ટ્રાન્સમિશનને ઓછું કરવા અને જીવન બચાવવા માટે લઈ શકે છે.

સંક્ષેપ્માં પરીક્ષણ, ક્લિનિકલ મેનેજમેન્ટ, રસીકરણ, ચેપ નિવારણ અને નિયંત્રણ, જોખમ સંચાર, સમુદાય જોડાણ, અને ઇન્ફોડેમિકના મેનેજમેન્ટના જરૂરી તત્વોને સામેલ કરવામાં આવશે. WHO પ્રમુખે કહ્યું- “અમે આશા રાખીએ છીએ કે દેશો આ સંક્ષિપ્ત શબ્દોનો ઉપયોગ તેમની નીતિઓનું પુનઃમૂલ્યાંકન કરવા માટે કરશે જેઓ સૌથી વધુ જોખમમાં છે, જેમને તેની જરૂર છે તેમની સારવાર કરશે અને જીવન બચાવશે. મહામારી હંમેશા વિકસિત થઈ રહી છે અને તેથી દરેક દેશમાં પ્રતિક્રિયા હોવી જોઈએ.

મંકીપોક્સ પર તેમણે કહ્યું કે ડબ્લ્યૂએચઓ યૂરોપમાં સતત ઘટાડો જોઈ રહ્યું છે. ધેબ્રેયસે કહ્યું- જ્યારે અમેરિકામાં નોંધાયેલા કેસમાં પાછલા સપ્તાહે ઘટાડો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર કુલ ૫૨૯૭ લોકો મંકીપોક્સથી સંક્રમિત થયા છે. પાછલા ચાર સપ્તાહમાં નોંધાયેલા કેસમાંથી ૭૦.૭ ટકા અમેરિકાથી અને ૨૮.૩ ટકા યૂરોપથી આવ્યા છે.

Share This Article