અમદાવાદ : વડોદરાના કિશનવાડી રોડ વિસ્તારમાં એક મહિલાને મોઢા અને આંખના ભાગે પંતગની દોરી વાગતાં તેણીને ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી. પતંગની દોરી જારદાર રીતે ઘસાવાના કારણે તેના મોંઢાના ભાગે હોઢથી લઇ બંને બાજુના ગાલ લગભગ કપાઇ ગયા હતા અને આંખના ભાગે પણ તેને ગંભીર ઇજા પહોંચી હતી. મહિલાના મોંઢાના ભાગ એટલી હદે દોરી વડે કપાયા હતા કે, ડોકટરોને આ મહિલાના ઓપરેશન દરમ્યાન મોંઢાના ભાગે ૨૫૦ જેટલા ટાંકાઓ લેવા પડયા હતા. આ બનાવને પગલે સમગ્ર વડોદરામાં તેમ જ રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
ખાસ કરીને પતંગની દોરી વાગવાથી ગળા કપાઇ જવાથી નીપજતા મોત અને થતી ગંભીર ઇજાઓને લઇ આજના વધુ એક કિસ્સાઓ લોકોને ખાસ બોધપાઠ અને શીખ આપ્યા હતા. ઊતરાયણના તહેવાર દરમ્યાન પતંગ ચગાવવાની મોજની સાથે સાથે પતંગની દોરી ઘસાવાના કારણે રાહદારીઓ કે વાહનચાલકો માટે ઘણીવાર ગંભીર ઇજા પહોંચાડનાર અને કાળ સમાન મોત આપતી બની રહેતી હોય છે. દર વર્ષે આવા અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે. અમદાવાદ શહેરમાં પણ દોરીના કારણે ગળુ કપાવાના કારણે અત્યારસુધીમાં બે મોત નોંધાઇ ચૂકયા છે. ત્યારે વડોદરામાં કિશનવાડી રોડ વિસ્તારમાં એક મહિલાને પતંગની દોરીથી થયેલી અતિ ગંભીર ઇજાઓના કિસ્સાએ લોકોના કાળજા કંપાવી દીધા છે. આ મહિલા ઘરની રસોઇ બનાવવા માટે શાક લેવા બજારમાં નીકળી હતી ત્યારે કોઇક રીતે પતંગની દોરી તેના મોંઢાના ગાલ અને હોઠના ભાગેથી જોરથી ઘસાઇને નીકળી ગઇ હતી.
જારદાર રીતે ઘસાયેલી આ દોરી મહિલાને આંખના ભાગે પણ વાગી હતી. પતંગની દોરી એટલી જારદાર રીતે વાગી હતી કે, મહિલા લોહીલુહાણ હાલતમાં કરૂણ આક્રંદ કરતી ત્યાં જ ફસડાઇ પડી હતી. તેણીને સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. જયાં તેનો જીવ બચાવવા અને કપાયેલા હોઠ અને ગાલ તેમ જ આંખોના ભાગે સર્જરી અને સારવારના ભાગરૂપે ૨૫૦ જેટલા ટાંકા લેવાની તબીબોને ફરજ પડી હતી. હાલ આ મહિલા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જા કે, પતંગની દોરીની આટલી ગંભીર ઇજા કે, મહિલાને ૨૫૦ ટાંકા લેવા પડયા અને તેનો જીવ હાલપૂરતો બચાવી શકાયો છે પરંતુ તે સારવાર હેઠળ છે ત્યારે વડોદરા સહિત રાજયભરમાં આ બનાવે પતંગની દોરીથી સાવચેત રહેવા અને કાળજી રાખવા પ્રજાજનોને ખાસ બોધપાઠ અને શીખ આપ્યા છે. તહેવારની મોજ થોડી બેદરકારી અથવા લાપરવાહીમાં કયાંક સજા ના બની જાય તેનું ધ્યાન રાખવા આ કિસ્સો જાગૃતિભર્યો સંદેશો આપે છે.