ટીવીના સૌથી પોપ્યુલર ટીવી શો કોન બનેગા કરોડપતિને સપના સાકાર કરનારો શો કહેવામાં આવે છે અને આ વાતમાં કોઇ શંકને સ્થાન નથી. હાલ આ શોની ૧૪મી સીઝન ચાલી રહી છે અને તેની અમુક કહાનીઓ દર્શકોને ઇમોશનલ કરી દે છે. આ સાથે જ ઇન્સ્પિરેશન પણ આપે છે. શુક્રવારે કેબીસી ૧૪માં હોટ સીટ પર બેસેલી કન્ટેસન્ટન્ટની સ્ટોરીએ પણ સૌને ઇમોશનલ કરી દીધા હતા.
ગુજરાતના લુનાવાડાથી આવેલ ઋચા પુવાર જ્યારે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ ક્વિઝ જીતીને હોટસીટ પર પહોંચી તો તેના ચહેરા પર આવેલી ખુશી જોવા લાયક હતી. પરંતુ તેનાથી પણ વધુ હ્યદયસ્પર્થી તેની કહાની હતી. ઋચા હોટ સીટ પર આવી ત્યાર બાદ તેણે પોતાની કહાની શો હોસ્ટ અમિતાભ બચ્ચન અને દર્શકો સાથે શેર કરતા જણાવ્યું કે, તને થોડા મહીના પહેલા જ એક ગંભીર બીમારી હોવાની જાણ થઇ હતી. તેણે કહ્યું કે, મને જાણવા મળ્યું કે મારી બંને કિડની ૮૦ ટકા ડેમેજ થઇ હઇ છે. મારી પાસે ટ્રાન્સપ્લાન્ટ અથવા ડાયાલીસિસ એમ બે જ ઓપ્શન છે.
ઋચાએ આગળ જણાવ્યું કે, આ કઠીન સમયમાં તેનો સૌથી મોટો સપોર્ટ તેના ભાઇ રહ્યા હતા, જેને તે આ શોમાં સાથે લાવી હતી. તેણે કહ્યું કે, આ નેશનલ ટેલિવિઝન છે, અને હું મારા ભાઇનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. સર, જેવી મારી બીમારી વિશે જાણવા મળ્યું, સૌથી પહેલો વ્યક્તિ તે જ હતો, જેણે કહ્યું કે ચિંતા ન કર મારી પાસે બે (કિડની) છે. ઋચાએ લોકોને એ પણ અપીલ કરી હતી કે જ્યારે પરિવારમાં કોઈને આટલી ગંભીર પરિસ્થિતિ હોય ત્યારે સપોર્ટ સિસ્ટમ કેટલી જરૂરી છે. તેમણે આગળ કહ્યું, કે, હું આ પ્લેટફોર્મ પરથી લોકોને અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ તમારા પરિવારમાં કોઈને આવી કોઈ સમસ્યા હોય, તો તમારે આગળ આવવું જોઈએ, તેનો મોરલ સપોર્ટ બનો, તેને ટેકો આપો. જેથી તેને તે રોગ સામે તો લડવાનું જ છે, પરંતુ તે તેમાંથી બહાર આવી શકે. જ્યારે બધા સાથે હોય છે, ત્યારે ખૂબ હિંમત આવે છે. ઋચાએ કહ્યું કે જ્યાંથી તે આવે છે, ત્યાં આસપાસના વિસ્તારમાંથી ‘કૌન બનેગા કરોડપતિ’ સુધી કોઈ પહોંચ્યું નથી અને તેથી જ તે મહિલાઓને શોમાં આવવા માટે પ્રેરિત કરવા માંગે છે.
ઋચાએ આગળ જણાવ્યું કે, ‘હું જ્યાંથી આવું છુ ત્યાં આસપાસની સાત જીલ્લામાંથી કોઇ મહિલા હોટ સીટ કે કેબીસી સુધી આવી નથી. તો હું તેમના માટે પ્રેરણા બનવા માંગુ છું કે કોઇ પણ જગ્યા હોય, નાની કે મોટી કે પછી હાઉસવાઇફ હોય તમે અહીં આવી શકો છો, તેથી પ્લે અલોંગ રમો અને પ્રયાસ કરો. મારી પાસેથી પ્રેરણા લો. ઋચા શોમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે રમી હતી અને મુશ્કેલ સવાલમાં હેલ્પલાઇનની મદદ પણ લીધી. તેણે સરળતાથી ૬.૪ લાખ રૂપિયા માટે પૂછાયેલા સવાલનો જવાબ આપ્યો. પરંતુ ૧૨માં સવાલનો જવાબ તેની પાસે નહોતો. તેથી તેણે પોતાની ગેમ ત્યાં જ રોકી દીધી અને હવે ૬.૪ લાખ રૂપિયાના ઇનામ સાથે તે પોતાની ઘરે પરત ફરી હતી.