પત્નીને કાળી કહી તો થશે સજા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પત્નીની મજાક ઉડાવનાર દરેક પતિ હવે ચેતી જજો, કારણકે પત્નીને કાળી કહેવા પર હવે તમને થશે સજા. પંજાબ અને હરિયાણાની કોર્ટે પત્નીને સાથે યોગ્ય વ્યવહાર ન કરતા પત્નીને છુટાછેડાની મંજૂરી આપી દીધી છે. તે મહિલાને પોતાના પતિ સાથે જમવાને લઇને વિવાદ થયો હતો. બાદમાં પતિએ તેની પત્નીને બધાની સામે તેના રૂપને લઇને ટિપ્પણી કરી હતી. આ વાતથી પત્નીને ખોટુ લાગ્યુ હતુ અને કોર્ટમાં તેણે ડિવોર્સ માટે અપીલ કરી હતી.

કોર્ટમાં મહિલા પોતાની સાથે ખરાબ વ્યવહાર થયો હોવાની સાબિતી આપી હતી. બાદમાં કોર્ટે તમામ પુરાવાને ધ્યાનમાં રાખીને પત્નીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. કોર્ટે સુનાવણી કરી હતી કે આ મહિલા તેના પતિને છૂટાછેડા આપી શકે છે.

કોર્ટને મહિલાએ જણાવ્યું હતુ કે તેના સાસરિયા બીજા લગ્ન કરવાની ધમકી આપતા હતા. તેની સાથે હંમેશા ખરાબ વર્તન કરવામાં આવતું હતું. તેથી મહિલા પોતાના પિયર જવાની વાત કરી હતી. આ વાતની જાણ થતાની સાથે જ મહિલાને ધમકાવવામાં આવી હતી અને કહ્યું હતુ કે ભલે તે પોતાના પિતાની સાથે રહેવા જતી રહે તેનો પતિ બીજા લગ્ન કરી લેશે. આ વાતથી પરેશાન મહિલાએ ડિવોર્સની પિટીશન ફાઇલ કરી હતી. કોર્ટે કાયદેસર છૂટાછેડા લેવાની પરમિશન આપી દીધી છે.

Share This Article