પરિણીતાએ પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોધાવી, મહીલા પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શહેરા તાલુકાના ખોજલવાસા વણઝારા ફળિયામાં અને હાલ ગોધરા શહેરના પંચવટી સોસાયટીમાં રહેતા પરિણીતાને તેના પતિ સહિત સાસરીપક્ષ દ્વારા અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ આપી દહેજની માંગણી કરી હેરાન પરેશાન કરવામાં આવી રહી હતી. જ્યારે તેના પતિ અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખતા હોવાની જાણ પરિણીતાને થતા તેઓએ ગોધરા મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ સહિત સાસરિયા વિરુદ્ધમાં ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના તાડવા ગામે રહેતા જશોદાબેન સંજય વણઝારા પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, શરૂઆતમાં લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી તેના પતિ સંજય સરદાર વણઝારા અન્ય બીજી સ્ત્રી સાથે આડા સંબંધ ધરાવતા હતા. જેના લીધે પત્ની જશોદાબેને આડા સંબંધની જાણ થતાં તેણે પતિને આડા સબંધ બાબતે કહ્યું ત્યારે તેઓએ માં-બેનના અપશબ્દો બોલીને મારઝૂડ કરવા લાગ્યો હતો.

જશોદાબેનના સસરા સરદાર વક્તા વણઝારા, સાસુ હંસા સરદાર વણઝારા, નણંદ મોનિકા સરદાર વણઝારા અને સપના ધર્મેશભાઈ વણઝારા આ તમામ મારા પતિને ચઢામણી કરી અવારનવાર મેણા ટોણા મારી દહેજ માટે ફોરવ્હીલર ગાડીની માંગણી કરતા હતા. જ્યારે સસરા સરદાર વક્તા વણઝારા હું ઘરમાં એકલી હોય ત્યારે અડપલા કરી હેરાન પરેશાન કરતા હતા. જેથી આખરે જશોદાબેને પતિ સહિત સાસરી પક્ષ વિરુદ્ધમાં ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહીલા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article