રાજીવ ગાંધીની હત્યા કેસના ઈન્વેસ્ટીગેશન પર આધારિત બનશે વેબસિરીઝ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આજકાલ બાયોપિક અને રીયલ લાઈફ ઈવેન્ટ પર ફિલ્મો અને વેબ સિરીઝ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક તરફ,  ઇન્દિરા ગાંધી અને તેમના ઈવેન્ટની રિયલ લાઈફ પર ફિલ્મ બનાવી રહી છે તો બીજી તરફ ઇન્દિરા ગાંધીના પુત્ર અને ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જીવનની, હત્યા અને તેમના હત્યારા પર આધારિત વાર્તા પર છે અને આ વિષય પર વેબસિરીઝ બનવા જઈ રહી છે. આ વેબસિરીઝ અનિરુધ મિત્રાની બૂક ‘નાઈન્ટી ડેઝઃ ધ ટ્રૂ સ્ટોરી ઓફ ધ હન્ટ ફોર રાજીવ ગાંધી’ઝ અસાસીન’ પર આધારિત છે. જેને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડયુસ કરવામાં આવી રહી છે અને તેને જાણીતા નિર્દેશક નાગેશ  કુકુનૂર ડિરેક્ટ કરવાના છે. નાગેશ કુકુનૂર’ ઈકબાલ’,’દોર’ જેવી ક્લાસિક ફિલ્મો માટે જાણીતા છે. દિગ્દર્શક નાગેશ કુકુનૂર કહે છે, “હું રાજીવ ગાંધીની હત્યા પર આધારિત સિરીઝ બનાવવા માટે ઉત્સુક છું. આ વિષય ખૂબ જ રસપ્રદ છે. સ્ટોરીમાં દરેક ઘટનાઓ   પર ચીવટપૂર્વક કામ થઈ રહ્યું છે. આ ગંભીર કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

Share This Article