આ વર્ષે પણ પાણી ની અચત નહિ સર્જાય, ગુજરાત વાસિયો માટે સારા સમાચાર મળી રહ્યા છે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધની જળ સપાટીમાં વરસાદ ના કારણે સતત વધારો નોંધાઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી ૧૧૯.૧૦ મીટરે પહોંચી છે. નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર અને મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા જેનું પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી ૪૮,૮૬૪ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.
હાલ નર્મદા ડેમમાં ૧૦૮૯ એમસીએમ પાણીનો જથ્થો રહેલો છે. જ્યારે ગુજરાતની કેનાલાઓમાં ૮૯૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સારા વરસાદને પગલે આ વર્ષે નર્મદા બંધમાં ૧૩૮.૬૮ મીટર સુધી પાણી ભરાશે એવી શક્યતા વધી છે. જેથી આ વર્ષે ગુજરાત માટે ચોમાસુ સત્ર ખૂબ સારું રેહવાનું છે.