વર્ષ ૨૦૦૯માં દેશભરની નદીઓના હાલચાલ જાણવા માટે કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એ વખતે ટેસ્ટ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ હતુ કે કુલ ૧૨૧ નદીઓ પ્રદુષિત થઇ ચુકી છે. હવે નવ વર્ષના લાંબા ગાળા બાદ જ્યારે દેશની ૪૪૫ નદીઓના પાણીના અલગ અલગ જગ્યાએ ટેસ્ટ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે ૨૭૫ નદીઓનુ પાણી ઝેરી બની ગયુ છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ નદીઓમાં ક્રોમિયમ, આયરન, લીડ અને નિકોલના તત્વો સામાન્ય કરતા વધારે જોવા મળ્યા છે. એટલે કે છેલ્લા નવ વર્ષના ગાળા દરમિયાન અમે પહેલાની તુલનામાં બીજી ૧૫૪ નદીઓને પણ પ્રદુષિત કરી ચુક્યા છીએ. વિશ્વ પર્યાવરણના દિવસે આ સંબંધમાં ધ્યાન તમામ લોકોનુ ખેંચાયુ હતુ.
વિશ્વ પર્યાવરણના દિવસે નદીઓ, પહાડો અને કુદરત તરફ ધ્યાન આપવામા આવ્યુ ત્યારે કેટલીક નક્કર બાબતો ખુલીને સપાટી પર આવી હતી. આ વખતે ભારતે વિશ્વ પર્યાવરણ દિવસની યજમાની ભારતને મળી હતી. વન્ય વિસ્તારો, જમીન સાથે જાડાયેલા સેંકડો રિપોર્ટ અમને પ્રશ્ન કરે છે કે શુ ભારત યજમાન દેશ માટે લાયક છે કે કેમ . અમારા દેશની ૬૯થી વધારે નદીઓમાં જરૂર કરતા વધારે લીડ ધરાવે છે. ૨૫થી વધારે નદીઓમાં નિકોલનુ પ્રમાણ વધારે છે. ૧૩૭ નદીઓમાં લોખંડે જીવલેણ સ્થિતી સર્જી દીધી છે. વપરાશયુકત બધા જ પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરીને પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણને નિવારવાની દિશામાં કેટલીક નવી પહેલ કરવામાં આવી શકે છે. પ્લાસ્ટિક વેસ્ટમાંથી રિસાયકલ દ્વારા પર્યાવરણ બગડે નહિં તેમજ વિકાસની ગતવિધિ સાથે પ્રદૂષણ નિયંત્રણનું પણ સંતુલન રાખવા પગલા લેવામાં આવે તે જરૂરી છે. જાણકાર લોકો કહે છે કે આપણી સંસ્કુતિમાં ધરતીને માતા, નદીને લોકમાતા, દરિયાને દેવ તરીકે પૂજીને વહેવારો-તહેવારોને પર્યાવરણ સાથે જાડીને ઉજવવાની પરંપરાથી બેલેન્સ જળવાયું છે.
આમ છતાં વિકાસના વધતા વ્યાપ સાથે પર્યાવરણ જાળવણી નિતાંત આવશ્યકતા બની છે . પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણને નાથવાના ઉપાયો આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસ થીમ રહી હતી. પર્યાવરણ દિવસે ગુજરાતમાં કેટલીક ઉપયોગી જાહેરાત કરવામાં આવી હતી. પર્યાવરણ જાળવણી સમૃધ્ધિ યોજના અંતર્ગત રાજયમાં પાણી, ઠંડા પીણા વગેરેની પીઈટી-પ્લાસ્ટિક બોટલ્સના રિસાયકલિંગ માટે રાજયભરમાં મોટા પાયે રિવર્સ વેન્ડીગ મશીન આરવીએમ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ મહાનગરને એર પોલ્યુશનથી મુકત કરવા આ હવા પ્રદૂષણના કારણો એક ઉચ્ચકક્ષાની સમિતી બનાવી એક મહિનામાં અહેવાલ આપવા પણ કહેવામાં આવ્યુ છે. ગુજરાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન લોકભાગીદારીથી ઉપાડીને રાજયભરમાં તળાવો ઊંડા કરવાની જે સફળ ઝુંબેશ ચાલી છે તે અસરકારક રહી છે. ગંગા નદીની ગંદકી તો નવા નવા રેકોર્ડ સર્જી રહી છે.
ગયા વર્ષે જ રાષ્ટ્રીય હરિત સત્તા દ્વારા ગંગાની સફાઇ પર કહ્યુ હતુ કે હજારો કરોડ રૂપિયા ખર્ચ કરવામા આવ્યા હોવા છતાં આ નદીની ગુણવત્તામાં કોઇ સુધારો થઇ રહ્યો નથી. વન્ય વિસ્તારો અને પહાડોની સ્થિતી આ આંકડાથી સમજી શકાય છે કે એકલા ઉત્તરાખંડમાં અમે વિકાસના નામે હજાર વર્ગ કિલોમીટર વન્ય અને પહાડી વિસ્તારોને કાપી નાંખ્યા છે. શહેરી હવાઇ પ્રદુષણના આંકડા તો વારંવાર આવતા રહે છે. ગયા મહિનામાં જ એક સ્માર્ટ ફોન એપે પરિણામ આપ્યા હતા કે દિલ્હી-એનસીઆરમાં રહેતા લોકો દિવસ ભરમાં સરેરાશ સાત સિગારેટનુ ધુમાડુ કાઢે છે. મુંબઇ-કોલકત્તામાં આ આંકડો ત્રણથી ચાર સિગારેટના ધુમાડા સમાન છે. ધુમાડાનુ આ પ્રમાણ તો ચીન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા કરતા વધારે છે. નદીઓને પ્રદુષણમુક્ત કરવાની દિશામાં નક્કર પહેલ કરવામાં આવે તે જરૂરી છે. આના માટે મજબુત ઇચ્છાશક્તિ રાખવામાં આવે તે પણ જરૂરી છે. ગંગા અને અન્ય મોટી નદીઓને સ્વચ્છ કરવા માટેની કામગીરીને પ્રાથમિકતાના આધાર પર હાથ ધરવામાં આવે તે જરૂરી છે. કામગીરી પર નિરીક્ષણ પણ રહે તે જરૂરી છે.