ચંદ્ર પર બાપાનો સંદેશ પહોંચાડવા પાછળની દૂરંદર્શી શક્તિ તમામ રીતથી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીના ગહન જ્ઞાન અને અતૂટ ભક્તિમાં સમાયેલી છે: જય પટેલ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

USA થી પાછા ફર્યા બાદ અમદાવાદમાં એક યાદગાર મુલાકાતને યાદ કરતા જય પટેલએ સ્વામીજીની સાથે થયેલી વાતચીતને યાદ કરી, જ્યાં તેમણે ટેક્નિકલ પહેલૂઓ વિશેષ રૂપથી અવકાશ સંશોધન પર તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સ્વામીજીનો પ્રતિભાવ સુક્ષ્મ છતાંય ગહન કરનારો હતો. જેમાં આદરણીય ગુરુઓ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પવિત્ર વારસાને બ્રહ્માંડ સુધી વિસ્તારિત કરવાને લઇને ઉંડાણપૂર્વક ચર્ચા થઇ. આ અપૌચારિક આદાન-પ્રદાન એ અસાધારણ મોડ લઇ લીધો, જ્યારે સ્વામીજીએ ચંદ્ર પર બાપાના દિવ્ય સ્વરૂપ અને એક દિવ્ય મંદિરની શાંત છબીથી શણગારેલા કેલેન્ડરની તરફ ઈશારો કર્યો. તેમણે ચંદ્રમાની સપાટી પર સંદેશો પહોંચાડવાનો સાહસિક વિચાર પ્રસ્તાવિત કર્યો, જે માનવ ઇતિહાસમાં અદ્રિતિય ઉપલબ્ધિ છે. માત્ર અટકળોથી દૂર સ્વામીજીએ પોતાના પૂજ્ય ગુરુને શ્રદ્ધાંજલિ આપતા અને વૈશ્વિક શાંતિ અને સુમેળને પ્રોત્સાહન આપવાના મહાન ઉદ્દેશ માટે આ ઉચ્ચ આકાંક્ષાને સાકાર કરવા માટે દૃઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

IMG 20240224 183116 1

ઐતિહાસિક ક્ષણમાં જે સીમાડાઓને પાર કરે છે અને દિલને એકજૂટ કરે છે, સ્થાપક કેમ ગફારીયન અને સીઇઓ સ્ટીવ અલ્ટેમસના નેતૃત્વ હેઠળ, ઇન્ટ્યુટિવ મશીનોએ અભૂતપૂર્વ મહત્વના એક મિશનની શરૂઆત કરી છે. રિલેટિવ ડાયનેમિક્સ ઇંકના કુશ પટેલના સાથે સહયોગ કરીને ટીમે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની શિક્ષાઓ અને સ્વામીજી બ્રહ્મવિહારીના માર્ગદર્શનની સાથે ચંદ્રની સપાટી પર શાંતિ, એકતા અને સુમેળનો કાલાતીત સંદેશ કોતર્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં કુશ પટેલનું સમર્પણ અને અતૂટ પ્રતિબદ્ધતા મહત્વપૂર્ણ હતી.  ચંદ્ર પર બાપાના સંદેશને કોતરવાની યાત્રા વૈશ્વિક એકતા અને સમજણને પ્રોત્સાહન આપવાના સહિયારા વિઝન સાથે શરૂ થઈ હતી. નિઃસ્વાર્થ સેવા અને માનવીય મૂલ્યો પ્રત્યે સમર્પણ માટે આદરણીય પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ  દુનિયાભરમાં લાખો લોકોને પ્રેરણા આપતા રહે છે. પરમપૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીની શિક્ષાઓની સાથે તેમના ઉપદેશો માનવતા માટે માર્ગદર્શક રોશની, કરુણા અને સુમેળના માર્ગોને રોશન કરવાનું કામ કરે છે. 

કેમ ગફારીયન અને સ્ટીવ અલ્ટેમસના દૂરંદેર્શી નેતૃત્વની આગેવાનીમાં NASA ઇન્ટ્યુટિવ મશીનોને આ સન્માનિત આધ્યાત્મિક લીડર્સની વિરાસતને સન્માન આપવા માટે આ મહત્વાકાંક્ષી પ્રયાસ શરૂ કર્યો. આઇએમ – 1 મિશન ઇતિહાસ રચવા માટે દુનિયાભરમાંથી પ્રતિભાઓને એકસાથે લાવીને સહયોગ અને નવીનતાની શક્તિનો પુરાવો છે. જ્યારે જય, સ્વામીજીના ઉત્કૃષ્ટ આધ્યાત્મિક નેતૃત્વથી લઈને પ્રેરણાદાયી મંદિરોના સાવધાનીપૂર્વક નિર્માણ સુધી તેમના બહુમુખી યોગદાન પર વિચાર કરે છે, ત્યારે સ્વામીજીની સિદ્ધિઓની વિશાલતાને એ ઉત્કૃષ્ટ ભાવનાથી પોતાને વિનમ્ર અનુભવે છે, જે તેને હંમેશા ઉચ્ચતમ ક્ષિતિજો તરફ આગળ વધવા માટે પ્રેરિત કરે છે. 

બ્રહ્મવિહારી સ્વામીમાં હું ત્રણ નોંધપાત્ર વ્યક્તિઓનો અવતાર જોઉં છું: પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ વંદનીય સ્વામી વિવેકાનંદ અને ટોમ ક્રૂઝનો સ્પર્શ પણ. પોતાના આધ્યાત્મિક પુરોગામીની જેમ બ્રહ્મવિહારી સ્વામીજીમાં પોતાના સપનાને વાસ્તવિકતામાં ફેરવવાની ક્ષમતા છે. બાપાના ‘શાંતિ અને સુમેળ, એક વિશ્વ, એક પરિવાર’ના સંદેશને હવે ચંદ્ર પર ચમકાવતા 8 અબજ આત્માઓને આકર્ષિત કરવાથી એ સ્પષ્ટ થાય છે કે, બ્રહ્મવિહારી સ્વામીની દ્રષ્ટિની કોઈ સીમા નથી. તો આવો આ લોંકિક સહયોગ પર આશ્વર્ય કરીએ જે આપણે આ ત્રણેય અસાધારણ વ્યક્તિઓની અદમ્ય ભાવના દ્વારા સંચાલિત એકતા અને પ્રેમની શક્તિની યાદ અપાવે છે. 

Share This Article