વિશ્વ હિન્દૂ પરિષદ સંગઠને નક્કી કર્યું છે કે તે હિન્દૂ નવા વર્ષ (ગુડી પડવો) નિમિત્તે ઉત્તર પ્રદેશના ૧૭ જિલ્લાઓ ધરાવતા કાશી પ્રાંતમાં આશરે પાંચ લાખ ઘરો પર ‘ઓમ’ લખેલા કેસરી રંગના ધ્વજ લગાવશે. એકલા પ્રયાગરાજમાં જ ઓછામાં ઓછા એક લાખ ભગવા ધ્વજ લગાડવામાં આવશે. આ રીતે, ૨૨ માર્ચથી ૬ એપ્રિલ સુધી કાશી પ્રાંતમાં ‘રામોત્સવ’ની ઉજવણી કરવાનું વીએચપી સંગઠને નક્કી કર્યું છે. વીએચપીના પ્રવક્તા અશ્વની મિશ્રાએ કહ્યું છે કે સંગઠનનો ઉદ્દેશ્ય છે કે ૨૨ માર્ચથી શરૂ થતા નવા હિન્દૂ વર્ષ નિમિત્તે દરેક હિન્દુ ઘર પર ભગવો ધ્વજ લગાડવો જોઈએ. વીએચપીના વરિષ્ઠ નેતા લાલમણી તિવારીએ કહ્યું છે કે સ્વયંસેવકોને જણાવવામાં આવ્યું છે કે તેઓ હિન્દૂ સમાજના પ્રત્યેક ઘર પર ભગવા રંગના ધ્વજ લગાવે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં પ્રત્યેક હિન્દૂમાં હિન્દૂત્વની ભાવનાને મજબૂત કરવા વીએચપીએ ઘડેલી એક વ્યૂહરચનાનો આ એક ભાગ છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more