ઘેટાંઓને જાનૈયા બનાવી ‘દૂલ્હાની માફક નાચવા પશુપાલકનો વિડીયો થયો વાયરલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઇન્ટરનેટ હવે દરેક વર્ગના લોકો એકબીજા સાથે જોડાવવા લાગ્યા છે અને વીડિયો વાયરલ થતાં દુનિયાભરમાં ખ્યાતિ પણ મળે છે. બસ તમારો વીદિયો બીજાથી હટકે અને લોકોને ગમે તેવો હોવો જોઇએ. નવા કોન્સેપ્ટથી બનાવવામાં આવેલો વીડિયો પણ લોકોને ખૂબ આકર્ષિત કરે છે. આ વખતે બોલીવુડ સોન્ગ પર ડાન્સ કરી રહેલા એક ઘેટાંપાળકે પોતાનો ડાન્સ વીડિયોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે.

આ વીડિયો ઇંસ્ટાગ્રામ હેન્ડલ Oosm દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. ડાન્સ વીડિયોમાં એક વ્યક્તિને કુર્તો પહેરેલો જોવા મળે છે જે પોતાની પાછળ ઘેટાનું ટોળુ ચાલી રહ્યું છે.  સાથે જ તેની સાથે બે બાળકો પણ છે જે ડાન્સ કરે છે અને સંપૂર્ણપણે આનંદ ઉઠાવતાં રહે છે. એક બાળક તો ગધેડા પર બેસીને સવારી કરતો જોવા મળે છે. વ્યક્તિ ડાન્સ મૂવ્ય્સ અને અનોખા અંદાજમાં પરર્ફોમન્સ પણ કરી રહ્યો છે. આ વ્યક્તિ બોલીવુડ એક્ટર અજય દેવગણ અને સંજય દત્તની ફિલ્મ ‘હમ કિસી સે કમ નહી’ ના સોન્ગ ‘પીછે બારાતી આગે બેન્ડ-બાજા, આએ દૂલ્હે રાજા’ ના ટાઇટલ ટ્રેક પર ડાન્સ કરી રહ્યા છે.

વીડિયો રણ વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો છે. તેમાં ઘણા બધા ઘેટાં અને બે નાના છોકરા ગીત પર ડાન્સ કરતાં જોવા મળે છે. જ્યાં એક પશુપાલક સાથે તાલ મેળવવાનો પ્રયત્ન કરે છે તો બીજી તરફ વાંસળી વગાડતાં ગધેડા પર બેઠેલો જોઇ શકાય છે.  વીડિયોને ઇંસ્ટાગ્રામ પર હજારો લાઇક્સ મળી, જ્યારે લગભગ ૧૦,૦૦૦ વાર જોવામાં આવ્યો છે. જેવો જ તેને શેર કરવામાં આવ્યો, નેટિઝન્સને લોકપ્રિય વીડિયો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી. એક યૂઝરે કોમેન્ટ કરી. ‘ખરેખર મિત્રો આ વીડિયો કમાલનો છે. હું જલદી કોઇનો વીડિયોને લાઇક કરતો નથી પરંતુ મેં તમારો વીડિયો લાઇક કર્યો છે. તમારા ડાન્સ મૂવ્સ ખૂબ સારા છે. એક અન્ય યૂઝરે લખ્યું ‘ખૂબ જ સારો વીડિયો છે. ભારતમાં પ્રતિમાની ખોટ નથી અને ઇન્ટરનેટ હવે કોઇપન વ્યક્તિ માટે પોતાની સ્કિલને પરર્ફોમન્સ કરવી સરળ છે.

Share This Article