પાકિસ્તાન તહરીક એ ઈંસાફના સેનેટર આઝમ ખાન સ્વાતીએ એક સનસનીખેજ દાવો કર્યો છે. આ રાજનેતાના જણાવ્યા અનુસાર, તેમની પત્નીના મોબાઈલ પર એક વીડિયો આવ્યો છે. તેમાં બંને કોમ્પ્રોમાઈઝીંગ પોઝીશનમાં દેખાઈ રહ્યા છે. અહીં ઉલ્લેખનિય છે કે, ૭૫ વર્ષિય આઝમ ખાન સ્વાતી પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈના ચીફ ઈમરાન ખાન અત્યંત નજીકના છે. આઝમને ગત મહિને એફઆઈએ દ્વારા તે સમયે ધરપકડ કરાયા, જ્યારે તેમણે જનરલ કમર જાવેદ બાઝવાના એક ટિ્વટની ટિકા કરી હતી. જો કે, બાદમાં તેમને જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા.
પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધન કરતી વખતે પત્નીની વાત કરતા આઝમ સ્વાતી પોક મુકીને રડવા લાગ્યા હતા. તેમણે જણાવ્યું છે કે, તેમની પત્નીએ બતાવ્યું છે કે, ગત રાતે કોઈ અજાણ્યા નંબર પરથી તેમના મોબાઈલ પર વીડિયો આવ્યો. તેમણે કહ્યું કે, મારા દેશના દિકરા દિકરી મારી વાત સાઁભળી રહ્યા છે, તેનાથી આગળ હું કંઈ બોલી શકીશ નહીં. આ દરમિયાન આઝમે કહ્યું કે, આ વીડિયો તે સમયે બનાવામાં આવ્યો હતો, જ્યારે તે પોતાની પત્ની સાથે ક્વેટા ગયા હતા. આ તમામની વચ્ચે એફઆઈએએ સ્પષ્ટ કર્યું છે કે, આ વીડિયો ફેક છે. એફઆઈએના જણાવ્યા અનુસાર, આ વીડિયો ફોટોશૂટ કર્યો છે. એજન્સીએ એક નિવેદનમાં કહ્યું છે કે, આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. તેના માટે સેનેટર આઝમને એપ્લીકેશન ફાઈલ કરવી જોઈએ. તો વળી પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આ સમગ્ર મામલાની નિંદા કરી છે.