એન્ડોસ્કોપી કેમેરાના વીડિયોમાં દેખાઈ દસ દિવસથી ફસાયેલા કામદારોની હાલત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઉત્તરાખંડ : સિલ્ક્યારાની નિર્માણાધિન ટનલમાં છેલ્લા આઠ દિવસથી ફસાયેલા ૪૧ કામદારોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન રાહતના સમાચાર સ્વરૂપે ટનલની અંદર ફસાયેલા શ્રમિકોની પ્રથમ તસવીર સામે આવી છે. ટનલમાં ફસાયેલા શ્રમિકોની સામે આવેલ તસવીરમાં તમામ કામદારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે. અમેરિકન ઓગર મશીન વડે સિલ્ક્યારા ટનલમાંથી એસ્કેપ ટનલ બનાવવાનું કામ ફરી શરૂ કરવામાં આવનાર છે. સ્થાનિક દિલ્હીની મિકેનિકલ ટીમે અમેરિકન ઓગર મશીનના ખોટકાયેલા કેટલાક પાર્ટસ બદલી નાખ્યા છે અને મશીનને ફરીથી ઓપરેટ કરવાની તૈયારી ચાલી રહી છે.. નિર્માણાધિન ટનલમાં સર્જાયેલ ભૂસ્ખલનના કાટમાળમાં ફસાયેલા કામદારોને બચાવવા ચાલી રહેલા બચાવ અને રાહત કામ અંતર્ગત છ પાઇપ નાખવામાં આવ્યા બાદ, પ્રથમ વખત કામદારોને ખોરાક પહોંચાડવામાં આવ્યો હતો. આ સાથે જ પાઇપ દ્વારા એક કેમેરા પણ ટનલમાં જ્યાં કામદારો ફસાયેલા છે ત્યાં મોકલવામાં આવ્યો હતો. જેના કારણે ટનલની અંદરની તમામ સ્થિતિને સારી રીતે સમજી શકાય. જે તસવીર સામે આવી છે તેમાં તમામ કામદારો સ્વસ્થ અને સુરક્ષિત દેખાઈ રહ્યાં છે. ટનલની અંદર ફસાયેલા શ્રમિકોએ, બહાર રહેલા અધિકારીઓ સાથે વાત પણ કરી છે અને તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી છે.

Share This Article