અમેરિકાએ શુક્રવારે એક મોટો ર્નિણય કર્યો છે. ત્યાં લેબમાં તૈયાર માંસના વેચાણ અને ખપતની અનુમતિ આપવામાં આવી છે. આમ કરનાર અમેરિકા દુનિયાનો બીજો દેશ બનવા જઇ રહ્યો છે. યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ શુક્રવારે કહ્યું કે તે કેલિફોર્નિયાની એક કંપની અપસાઇડ ફૂડ્સને તમામ જરૂરી સેફ્ટી અને ક્વોલિટી ચેક બાદ લેબમાં તૈયાર માંસ વેચવાની અનુમતિ આપવા જઇ રહ્યો છે.
રિપોર્ટ અનુસાર ચિકનમાંથી લેવામાં આવેલી કોશિકાઓની મદદથી લેબમાં આ પ્રકારના માંસનું ઉત્પાદન કરવામાં આવશે. તેમાં કોઇ વાસ્તવિક વધ સામેલ નહી હોય. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી સિંગાપુરમાં જ લેબમાં તૈયાર મીટનું વેચાણ અને ખપતની અનુમતિ છે. એફડીએ આયુક્ત રોબર્ટ કેલિફે સંવાદદાતાઓને કહ્યું કે ‘દુનિયા એક ખાદ્ય ક્રાંતિનો અનુભવ કરી રહી છે અને અમેરિકી ખાદ્ય તથા ઔષધિ પ્રશાસન ખાદ્ય આપૂર્તિમાં ઇનોવેશનનું સમર્થન કરવા માટે પ્રતિબદ્ધ છે.’
એફડીએ કહ્યું કે વાત જો અન્ય લેબ-વિકસિત માંસ ઉત્પાદોની કરીએ તો તે હાલમાં ઘણા ફર્મોની સાથે ચર્ચામાં લાગેલું છે. જો મંજૂરી મળી જાય છે તો અમેરિકા જલદી જ પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા માંસ માટે એક મોટું બજાર બની શકે છે. એક એવું ઉત્પાદ જેને પર્યાવરણના અનુકૂળ વિકલ્પ માનવામાં આવી રહ્યું છે. લેબમાં બનેલા સી-ફૂડની પણ સમાચાર આવ્યા છે પરંતુ કોઇપણ પ્રોડક્ટ હજુ એપ્રૂવલ નજીક આવ્યું નથી. અપસાઇડ ફૂડ્સ જેને પહેલાં મેમ્ફિસ મીટના નામથી ઓળખાતું હતું, એફડીએના ર્નિણયનું સ્વાગત કર્યું પરંતુ કહ્યું કે સુપરમાર્કેટમાં ઉત્પાદની ડિલીવરી શરૂ કરવા માટે મંજૂરી બાદ થોડા મહિનાની જરૂર રહેશે. ધ ગાર્ડિયનના અનુસાર અપસાઇડ ફૂડ્સને અમેરિકી કૃષિ વિભાગમાંથી પણ મંજૂરીની જરૂર રહેશે. તમને જણાવી દઇએ કે મિશ્રમાં COP27 શિખર સંમેલનમાં પર્યાવરણ અનુકૂળ ભોજન બનાવવાના વિષય પર ચર્ચા થઇ હતી. તેના થોડા દિવસો બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. લેબમાં વિકસિત માંસ ઉત્પાદો માટે એફડીએની મંજૂરીને યોગ્ય દિશામાં ભરવામાં આવેલું યોગ્ય પગલું માનવામાં આવે છે. કારણ કે નજીકના ભવિષ્યમાં કંપનીઓ પણ આ ઉદ્યોગમાં સામેલ થશે.