યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને ‘કેન્ડીડા ઓરિસ’ નામની ઝડપથી ફેલાતી ફંગસ વિશે ચેતવણી આપી હતી, જેના કારણે દર્દીઓ ચેપગ્રસ્ત થઈ રહ્યા છે, અને હોસ્પિટલોમાં મૃત્યુ પામી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં આ ફૂગથી થતા ચેપમાં વધારો થયો છે. વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીમાં ચેપી રોગોના પ્રોફેસર અને ફિઝિશિયન આરિફ આર. સર્વરીએ કેન્ડીડા ઓરીસ વિશે વાત કરી, અને તે કેવી રીતે ફેલાય છે તેમજ અમેરિકામાં લોકો તેનાથી કેમ ચિંતિત છે. કેન્ડીડા ઓરીસની તાજેતરમાં ઓળખ કરવામાં આવી છે, જે એક કોષીય ફૂગ છે અને તે મનુષ્યોને ચેપ લગાવી શકે છે. તે ફૂગ વિરોધી દવાઓ માટે સાધારણ પ્રતિરોધક છે. કેન્ડીડા ઓરીસનો ચેપ અન્ય ફૂગના ચેપ કરતાં વધુ ખતરનાક છે. CANDIDA AURIS એ ‘યીસ્ટ’નો એક પ્રકાર છે જે સૌપ્રથમ ૨૦૦૯ માં ઓળખવામાં આવ્યો હતો, અને તે Candida પરિવારની કેટલીક પ્રજાતિઓમાંની એક છે, જે લોકોને ચેપ લગાવી શકે છે. સ્વસ્થ લોકોને કેન્ડીડા ચેપ વિશે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ ગંભીર બિમારીઓ પીડીત દર્દીઓ કેન્ડીડા ઓરીસના ચેપનું જોખમ વધારે છે.
તાજેતરના વર્ષોમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાં ફૂગ, ખાસ કરીને કેન્ડીડા ઓરીસના ચેપના કેસોમાં વધારો થયો છે. સીડીસી અનુસાર, ૨૦૧૩ અને ૨૦૧૬ ની વચ્ચે કેટલાક કેસ નોંધાયા હતા, પરંતુ ૨૦૧૭ માં, તેના કેસોમાં ઝડપથી વધારો થયો હતો અને ૨૦૨૨ માં, ૨,૩૭૭ કેસ નોંધાયા હતા. કેન્ડીડા ઓરીસ ચેપને કારણે મૃત્યુના કેસોમાં પણ વધારો થયો છે. ૨૦૧૮ માં, જ્યાં તેના ચેપને કારણે ૧,૦૧૦ લોકો મૃત્યુ પામ્યા હતા, ૨૦૨૧ માં આ સંખ્યા વધીને ૧,૮૦૦ થઈ ગઈ હતી. આ વધારાના કારણો જટિલ છે, પરંતુ સરવરી અનુસાર, આના બે મુખ્ય કારણો છે. પ્રથમ, હોસ્પિટલમાં દાખલ બીમાર દર્દીઓની સંખ્યામાં વધારો અને આરોગ્ય પ્રણાલી પર વધતો તાણ, જે બંને કોવિડ -૧૯ રોગચાળા દરમિયાન વધુ ખરાબ થયા. તબીબોના મતે તેનાથી બચવાના કેટલાક મુખ્ય ઉપાયો છે. આમાં, સૌથી વધુ અસરકારક પગલાંઓમાં ચેપ-નિવારણની આદતો અપનાવવી, એટલે કે, દર્દીને મળ્યા બાદ હાથને સારી રીતે સાફ કરવા, દર્દી સાથેની મુલાકાત દરમિયાન પહેરવામાં આવેલા કપડાં અને મોજાનો નાશ કરવો, અને અન્ય નિવારક પગલાંનો સમાવેશ થાય છે. જોકે, આ નાના સાવચેતીનાં પગલાં માત્ર ફૂગ પર જ નહીં પણ અન્ય જીવાણુઓ પર પણ અસરકારક છે. Candida ના નવા પ્રતિરોધક સ્વરૂપોની સારવાર માટે વધુ સારી દવાઓ વિકસાવવાનો સમય છે. જોકે, ઘણી નવી એન્ટિફંગલ દવાઓ વિકસાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે.