સ્ટુડન્ટ ઓફ દ યર-૨માં અનન્યાનો લુક જારી થયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહેલી અનન્યા પાન્ડેની ચર્ચા હાલમાં ચારે બાજુ જોવા મળી છે. ફિલ્મ માટે ટ્રેલર જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જારી છે. આ ફિલ્મ મારફતે ત્રણ કલાકારો ટાઇગર શ્રોફ અનન્યા પાન્ડે અને તારા સુતરિયા કામ કરી રહ્યા છે. તારા અને અનન્યા બોલિવુડમાં આ ફિલ્મ સાથે એન્ટ્રી કરી રહી છે. બંને ખુબસુરત અભિનેત્રીઓના ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ ચાહકોમાં  ફિલ્મને લઇને ઉત્સુકતા છે.

પોસ્ટમાં અનન્યા જારદાર નજરે પડી રહી છે. તે પહેલા તારા અને ટાઇગરના લુકને જાર કરવામાં આવ્યા બાદ ચર્ચા જારી રહી છે. અનન્યા હજુ સુધી કોઇ ફિલ્મમાં નજરે પડી નથી. જો કે તે બીજી ફિલ્મના શુટિંગમાં પણ લાગી ગઇ છે. તે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકરની સાથે ફિલ્મમાં  કામ કરી રહી છે. આ ફિલ્મનુ નામ પતિ પત્નિ ઔર વો રાખવામાં આવ્યુ છે. કરણ જોહરની ફિલ્મ મારફતે અનન્યા બોલિવુડમાં એન્ટ્રી કરનાર છે.

ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાસેથી પણ સારી એક્ટિંગની અપેક્ષા લોકો રાખી રહ્યા છે. પ્રથમ ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ તેની ચર્ચા સોશિયલ મિડિયામાં જોવા મળી રહી છે. કેટલીક વખત તે આર્યનની સાથે નજરે પડી ચુકી છે. ફિલ્મ માટે ટ્રેલર જારી કરવામાં આવ્યા બાદ ફિલ્મની ઉત્સુકતામાં વધારો થઇ શકે છે. સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ ૧૦મી મેના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનો પ્રથમ ભાગ સુપરહિટ રહ્યા બાદ આ ફિલ્મ પણ હિટ થવાની શક્યતા છે. પ્રથમ ભાગ મારફતે વરૂણ ધવન, સિદ્ધાર્થ મલહોત્રા તેમજ આલિયા ભટ્ટ નજરે પડ્યા હતા. ત્રીજા ભાગની પણ તૈયારી કરવામાં આવી ચુકી છે.

Share This Article