29મી અને 30મી જૂન ના રોજ બે દિવસીય Hi-Life એક્ઝિબિશનનું ફરી અમદાવાદમાં હોટેલ Courtyard Marriott ખાતે રજૂઆત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ઉજવણીનો મહિનો અને એ જ પળો ને ખાસ બનાવા માટે અને આગામી બ્રાઇડલ અને સીઝનના નવા ફેશન ટ્રેન્ડસના સાથે બે દિવસીય Hi-Life Exhibitions ફરી આવી ગયા છે અમદાવાદના ઘર આંગણે !! અમદાવાદમાં હોટેલ કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે 29 અને 30 જૂન- 2024ના દરમિયાન આયોજિત આ બે દિવસીય હાઈ લાઈફ બ્રાઇડ્સ એક્ઝિબિશનમાં કોલકત્તા, દિલ્હી, મુંબઈ, દુબઇ, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાં થી ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શન્સનું રજુઆત કરવામાં આવ્યું છે.

Hi Life 2 2

બે દિવસીય Hi-Life Exhibitions માં અમદાવાદ શહેરની જાણીતી મહિલા સાહસીકોને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં દીપા રવિન્દ્ર કુમાર,મિસ છાયા પરમાર,ડૉક્ટર રેઈના શુક્લ, મિસ જ્યોતિ જૈન, મિસીસ વિશાખા રંજન, પૂજા વ્યાસ, સુમન હરીયાણી, ઉર્વશી શર્મા, વિન્ની રીતુ અગરવાલ, અને ભક્તિ ચિરાગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મેહમાનો દ્વારા બે દિવસીય હાઈ લાઈફ બ્રાઇડ્સ એક્ઝિબિશનનું ઉદધાટન કરવામાં આવ્યું હતું.

Hi Life 3

ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં દેશભરના ફેશન ડિઝાઇનર્સના દ્વારા તાજગીપૂર્ણ રીતે બનાવેલ આગામી વર્ષ માટેના ડિઝાઇન ટ્રેન્ડસ જોવા માટે તૈયાર રહો. Hi-Life Exhibitions – અમદાવાદ ફેશન ડિઝાઈનરો અને રસિકો માટે હાઇ ફેશન ડિઝાઇન્સ અને કારીગરી, લક્ઝ એક્સેસરીઝ, જ્વેલરી, બ્રાઇડલ આઉટફિટ્સ અને વધુની સ્ટાઇલનું સાચું સેલિબ્રેશન છે. હાઈ લાઈફ બ્રાઇડ્સ પ્રદર્શનોની આ આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઈડલ વેર છે જે ગ્લિટ્ઝ, ટેન્ટાલાઈઝિંગ ટ્યુનિક, ચિક કેપ્સ, સેલિબ્રિટી સ્ટાઈલના જેકેટ્સ, સિઝલિંગ સિલ્કમાં ડ્રેપ્સ, કન્ટેમ્પરરી કટ્સમાં ક્રેપ, પેસ્ટલ પ્રિન્ટ્સ અને એમ્બ્રોઈંગ એમ્બ્રો સાથે ગ્રેસનું મિશ્રણ કરે છે. આ આવૃત્તિમાં તમારા વિન્ટર ફ્યુઝન ફેવરિટમાં ટ્રેન્ડી ટ્વિસ્ટનો અનુભવ કરો! તો આવો અને બ્રાઇડલ લાઈફ સ્ટાઈલ, ફેશન અને હૌટે કુટેરે શો હાઈ લાઈફ બ્રાઇડ્સ એક્ઝિબિશનનું. 29 ડિસેમ્બર અને 30 જૂન, ૨૦૨4 દરમિયાન અમદાવાદમાં હોટેલ કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે મજા માણો.

Share This Article