ઉર્ફી જાવેદના કપડાં વિચિત્ર હોય છે. ઉર્ફીએ સાઇકલ ચેઇન, લાલ ટેપ, ઘડિયાળો અને કાંકરા વગેરેનો ઉપયોગ કરી તેના પોષક પહેર્યા હોવાનું જોવા મળ્યું છે. પરિણામે તે ઘણી વાર ચર્ચાનો વિષય બની છે. જોકે, ફેશનિસ્ટાએ વારંવાર તેના પોષક બાબતે ટીકા કરતા આવ્યા છે અને વધુ એકવાર આવું બન્યું છે. ઉર્ફીએ અનેક લોકોની આંખો પહોળી કરી છે. તે ટોપલેસ થઈ છે. તેણે માત્ર પીંછાંથી બનેલી પાંખોથી તેના અંગ ઢાંક્યા છે. તેણે વિચિત્ર ટોપને થાઈ-હાઈ સ્લિટ અને વ્હાઇટ વેજ સાથે સ્કર્ટ સાથે પેર કર્યું હતું. પોતાના વાળને હાઈ પોનીમાં બાંધીને અને પોતાના સિગ્નેચર ન્યૂડ મેક-અપ સાથે તે ગ્લેમરસ લાગે છે.
કેપ્શનમાં ઉર્ફીએ ફક્ત બે પીંછાના ઇમોટિકોન્સ ઉમેર્યા છે. તેના ચાહકો ઘણીવાર તેને બોલ્ડ અને સર્જનાત્મક ગણાવે છે, પણ કેટલાક લોકો એવા પણ છે જે ઘણીવાર તેની વિચિત્ર ફેશન પસંદગીઓ માટે તેને ટ્રોલ કરે છે. તાજેતરમાં જ તેના ક્રિએટિવ વિડીયોમાં ટોપલેસ થવા બદલ તેને ટ્રોલ કરવામાં આવી છે. તેને ટ્રોલ કરતા એક સોશિયલ મીડિયા યુઝરે તેને “પાપા કી પરી” ગણાવી છે. બીજાએ કમેન્ટ કરી, “કુછ ભી નહીં હૈ આગે તુમ્હારે ?.” ત્રીજા સોશિયલ મીડિયા યુઝરે “કાર્ટૂન ? હોવાનું લખ્યું છે. ઉર્ફી તાજેતરમાં જ રાજકારણી ચિત્રા વાઘ સાથેના તેના વાકયુદ્ધને કારણે હેડલાઇન્સમાં આવી હતી. આ વિવાદ ચાલુ મહિનાની શરૂઆતમાં ચિત્રાએ જાહેર સ્થળોએ નગ્નતાનો આરોપ લગાવી ઉર્ફીની ધરપકડની માંગ કર્યા પછી શરૂ થયો હતો. બાદમાં ઉર્ફીએ ચિત્રા તરફથી ‘ધમકી’ અને ‘ગુનાહિત ધાકધમકી’ આપવાનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉર્ફીના વકીલ નીતિન સતપુતેએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું હતું કે, મેં ભાજપના કાર્યકર ચિત્રા કિશોર વાઘ સામે આઈપીસીની કલમ ૧૫૩ (એ) (બી), ૫૦૪, ૫૦૬, ૫૦૬(૨) હેઠળ ગુના સબબ ફરિયાદ નોંધાવી છે. જાહેર ડોમેન પર મોડેલ / અભિનેત્રી ઉર્ફી જાવેદને નુકસાન પહોંચાડવા માટે ગુનાહિત ધાકધમકી તેમજ સીઆરપીસીની કલમ ૧૪૯ અને ૧૦૭ હેઠળ કાર્યવાહી માટે વિનંતી કરી છે. મેં આજે મહિલા આયોગને ફરિયાદ મોકલી છે. હું આગળની કાર્યવાહી કરવા માટે લેખિત ફરિયાદ સાથે મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી રૂપાલી ચકંકરને મળીશ.
અહીં ઉલ્લેખનીય છે કે, ચિત્રા વાઘે આ મહિનાની શરૂઆતમાં ઉર્ફી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ‘મુંબઈની સડકો પર જાહેરમાં નગ્નતા બદલ તેની ધરપકડની માંગ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, મુંબઈમાં શું થઈ રહ્યું છે? શું મુંબઈની સડકો પર ખુલ્લેઆમ નગ્નતા આચરી રહેલી આ મહિલાને રોકવા માટે મુંબઈ પોલીસ પાસે કોઈ આઈપીસી/સીઆરપીસીની કલમ છે? શક્ય તેટલી વહેલી તકે તેની ધરપકડ કરો. એક તરફ નિર્દોષ છોકરીઓ / મહિલાઓ વિકૃત લોકોનો શિકાર બની રહી છે અને બીજી બાજુ આ મહિલા વધુ વિકૃતિ ફેલાવી રહી છે.