આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ઢાનું ટ્રેલર રિલીઝ થયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલીવુડના અભિનેતા આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્‌ઢાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં તેમની સાથે અભિનેત્રી કરીના કપૂર જાેવા મળી રહી છે. ટ્રેલર દમદાર છે અને ફેન્સનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.  ટ્રેલરમાં જાેઈ શકાય છે કે મોના સિંહે આમિર ખાનના માતાની ભૂમિકા ભજવી છે. તેમાં આમિરના પાત્રમાં બાળપણથી લઈને જવાની સુધીની સફર દેખાડવામાં આવી છે.

તે ક્યારેક શીખ લુકમાં જાેવા મળી રહ્યાં છે તો ક્યારેક આર્મી મેનના ગેટઅપમાં. તે દરેક લુકમાં કમાલ લાગી રહ્યા છે. ટ્રેલરમાં વોર સીક્વેન્સિંગની ઝલક પણ જાેવા મળી રહી છે. તો કરીના કપૂરે આમિરના લવ ઇન્ટરેસ્ટનો રોલ પ્લે કર્યો છે.  આ ફિલ્મમાં આમિર ખાન અને કરીના કપૂર સિવાય નાગા ચૈતન્ય, મોના સિંહ જેવા કલાકારોએ કામ કર્યું છે. ફિલ્મનું ડાયરેક્શન સીક્રેટ સુપરસ્ટાર ફેમ અદ્વૈત ચંદને કર્યુ છે.

આ ફિલ્મ હોલીવુડ સુપરસ્ટાર ટોમ હૈંક્સની ફોરેસ્ટ ગંપની હિન્દી રીમેક છે, જે ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના સિનેમાઘરોમાં રિલીઝ થશે. અહીં જુઓ  લાલ સિંહ ચડ્‌ઢાનું ટ્રેલર… આ પહેલા આમિર ખાન અને કરીના કપૂરે થ્રી ઈન્ડિયટ્‌સમાં સાથે કામ કર્યુ હતું, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. તો આમિર ખાન ચાર વર્ષ બાદ સિલ્વરસ્ક્રીન પર વાપસી કરવા જઈ રહ્યા છે.

તે છેલ્લે ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં જાેવા મળ્યા હતા. આ ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી.

Share This Article