લોકસભા ચૂંટણી નજીક આવી છે ત્યારે આ વખતે પુલવામાં ત્રાસવાદી હુમલા અને ત્યારબાદ ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે મુદ્દાઓ બદલાઇ રહ્યા છે. હજુ સુધી કોંગ્રેસ પાર્ટીએ મોંઘવારી, રાફેલને લઇને જારદાર હોબાળો મચાવ્યો હતો. પંરતુ હવે આ મુદ્દા કામ નહીં લાગે તેવા સંકેત છે. કોંગ્રેસને નવા મુદ્દા શોધવા પડશે જ્યારે ભાજપને તો હવે મુદ્દા મળી ગયા છે. ભાજપે રાષ્ટ્રીય સુરક્ષા અને ત્રાસવાદને મુખ્ય મુદ્દા સાથે મેદાનમાં ઉતરવા માટેના સંકેત આપી દીધા છે. આવી સ્થિતીમાં છેલ્લા કેટલાક મહિનામાં જે મુદ્દાઓ પર હોબાળો હતો અને લોકોમાં નારાજગી હતી તે મુદ્દા હવે દુર થઇ ચુક્યા છીએ. થોડાક સમય પહેલા સુધી દેશના કેટલાક વિસ્તારોમાં જુદા જુદા મુદ્દાને લઇને ધરણા પ્રદર્શન, હડતાળ અને આંદોલનનો દોર થોડાક સમય પહેલા સુધી જારી રહ્યો હતો. જા કે પુલવામાં હુમલા બાદ સ્થિતી બદલાઇ ગઇ છે.
હજુ સુધી અસંતુષ્ટ લોકો જુદા જુદા કારણોસર દેખાવ કરી રહ્યા હતા. કેન્દ્રમાં રહેલી મોદી સરકાર પર અહિંસક તરીકાથી દબાણ લાવવાના પ્રયાસ થઇ રહ્યા હતા. સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરવામાં આવ્યા બાદના પગલા તરીકે આ તમામ ધરણા પ્રદર્શન અને આંદોલનને જાઇ શકાય છે. જા વાંધાઓ અને અસહમતી દર્શાવીને સરકારોને પોતાની વાત મનાવી લેવા માટે નિષ્ફળતા મળ્યા બાદ જ્યારે જનતાની પાસે કોઇ રસ્તો રહેતો નથી ત્યારે જનતા માર્ગો પર ઉતરી આવે છે. આ વિરોધના એક પ્રતિકાત્મક તરીકે તરીકે છે. જેની વ્યાપકતા અને ગંભીરતાના અંદાજ કરીને સરકાર આગળ વધે છે. સરકાર આ અંદાજાના આધાર પર પોતાના કામોમાં સુધારો કરી શકે છે. સુપ્રીમ કોર્ટે થોડાક દિવસ પહેલા અસહમતીઓને લોકશાહીના સેફ્ટી વોલ્વ તરીકે ગણાવીને કેટલીક ટકોર કરી હતી. કોર્ટે કહ્યુ હતુ કે સેફ્ટી વોલ્વને દુર કરવાની સ્થિતીમાં પ્રેશર કુકર ફાટી શકે છે તેવી જ રીતે લોકશાહીના પ્રેશર કુકરની વાત કરી હતી. આ જ આધાર પર કહી શકાય છે કે જનતા માર્ગો પર ઉતરે તો સરકાર માટે તે પ્રેશર કુકરની સીટી સમાન છે. આ સરકારને ચેતવણી આપવા માટે બજાવી દેવામાં આવે છે.
જા તેની બાદ પણ કોઇ અસર ન થાય તો ચૂંટણીમાં સરકારને બોધપાઠ ભણાવી દેવા માટેનો વિકલ્પ રહે છે. દેશભરના ખેડુતો, મજુરોએ તેમની જુદી જુદી માંગને લઇને વારંવાર નવી દિલ્હીમાં ધરણા પ્રદર્શન કર્યા છે. કુચ યોજી છે. ત્યારબાદ જ એસસી અને એસટી એક્ટમાં સુધારાની સામે ભારત બંધની હાકલ કરવામાં આવી હતી. બંને વિરોધમાં બે અલગ અલગ સામાજિક અને આર્થિક આદાર વાળા સમુદાયના લોકો સામેલ હતા. ખેડુત અને મજુરો સંગઠનમાં મોટા ભાગના લોકો કમજાર આર્થિક આધારવાળા હતા. એસટી અને એસસી એક્ટનો વિરોધ કરનાર લોકો પ્રભુત્વવાળુ સમુદાય છે. ખેડુતો અને મજુરોની નારાજગી તો સતત બનેલી છે ત્યારે અન્ય જુથો પણ હવે સામેલ થઇ રહ્યા છે. કેટલાક જુથોની નારાજગી સરકાર માટે ચિંતાનો વિષય રહે તે જરૂરી છે. . સરકારની ખાસ રણનિતીના હિસ્સા તરીકે છે. જે લોકશાહી માટે યોગ્ય બાબત તરીકે નથી.