નવી દિલ્હી: ભારતીય મહિલાઓને આવરી લઇને કરવામાં આવેલા એક વ્યાપક સર્વેમાં કેટલીક ચોંકાવનારી બાબત સપાટી પર આવી છે. આ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૬માં દુનિયાભરની જેટલી મહિલાઓએ આત્મહત્યા કરી હતી તે પૈકી દરેક ત્રીજી મહિલા ભારતીય છે. અલબત્ત વર્ષ ૨૦૧૬માં વિશ્વ વસ્તીમાં કુલ ૧૮ ટકા ભારતીય છે. લેન્સેટ પÂબ્લક હેલ્થ જનરલમાં પ્રકાશિત હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૬માં આત્મહત્યા કરનાર મહિલાઓ પૈકી ૩૭ ટકા ભારતીય હતી. જ્યારે પુરૂષોમાં આ આંકડો ૨૪.૩ ટકા રહ્યો હતો. આ અભ્યાસમાં સામેલ રહેલા શોધકર્તા પૈકી એક રાખી ડાંડોનાએકહ્યુ છે કે આત્મહત્યા કરનાર મહિલાઓ પૈકી પણ પરિણિત મહિલાઓની ટકાવારી વધારે છે. ભારતીય મામલે એવી સામાન્ય રીતે ભાવના રહી છે કે મહલાઓ માટે લગ્ન અપેક્ષાકૃત ઓછા સુરક્ષા ભાવની સાથે જાડાયેલ છે.
અભ્યાસમાં જે તારણ સપાટી પર આવ્યા છે તે પૈકી એક તારણ એ પણ છે કે ઓચી વયમાં લગ્ન થવા, સમાજમાં લગ્ન થવાની બાબત અથવા તો ઓછી વયમાં માતા બનવાની બાબતના કારણે પણ મહિલાઓમાં ભારે દબાણ રહે છે. આર્થિક રીતે આત્મનિર્ભર ન હોવાના કારણે મહિલાઓમાં અસુરક્ષાના ભાવ જન્મે છે.મોટા ભાગની મહિલાઓની પાસે માનસિક ટેન્શનમાંથી બહાર નિકળવા માટે પુરતી જાગરુકતા જરૂરી છે. સ્ટડીમાં કહેવા મુજબ વર્ષ ૧૯૯૦થી ૨૦૧૬માં વચ્ચે આત્મહત્યાના આંકડામાં ૪૦ ટકા સુધીનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૬માં ભારતમાં અંદાજિત રીતે ૨૩૦૩૧૪ લોકોએ આત્મહત્યા કરી હતી. કર્ણાટક, તમિળનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગણા, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં આત્મહત્યાનો દર વધારે છે.
કેરળ અને છત્તિસગઢમાં પુરૂષોમાં આત્મહત્યાનો દર વધારે છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પ્રતિ એક લાખ મહિલાઓમાંથી ૧૫ મહિલા આત્મહત્યા કરી લાઇફને ખતમ કરે છે. વર્ષ ૧૯૯૦ની તુલનામાં વર્ષ ૨૦૧૬માં આ આંકડો બે ગણો થઇ ગયો છે. વર્ષ ૧૯૯૦માં આ આંકડો પ્રતિ એક લાખ મહિલાઓ પર સાતનો હતો. વર્ષ ૧૯૯૦માં જે સ્થિતિ હતી તેની સરખામણીમાં સ્થિતિ વણસી છે. લેન્ડસેટ પબ્લિક હેલ્થ જર્નલમાં જે અહેવાલ પ્રકાશિત થયા છે તેના તારણો લઇને આરોગ્ય મંત્રાલય દ્વારા હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી.