જામનગરની જિલ્લા પંચાયતમાં સરકારી રેકોર્ડની ચોરી કરવી એક કર્મચારીને ભારે પડી છે. પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે વાયરમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ જિલ્લા પોલીસ વડાએ SIT ની રચના કરી છે. જેમાં હવે રેકોર્ડની તપાસ એક ડીવાયએસપી, બે પીઆઈ, એક પીએસઆઇ સહીતની ટીમ કરશે. અંદાજીત અઢી મહીના પહેલા કર્મચારીએ ટ્રેકટર સાથે ટ્રોલી લાવીને રેકોર્ડની ચોરી કરી હતી. ઇલેકટ્રીક શાખામાં ૧ હજાર ૫૮૨ ફાઈલ અને ૨૨૦ રજીસ્ટરની ચોરી થઈ હતી. જીલ્લા પંચાયતની ઈલેક્ટ્રીક શાખામાંથી વર્ષ ૨૦૧૫થી ૨૦૨૩ સુધીના સરકારી રેકર્ડ, રજીસ્ટર અને ફાઈલ્સ તમામ વસ્તુઓ ચોરી થયા હતા. ત્રણ દિવસ પહેલા અધિકારીઓ કોઈ રેકોર્ડ તપાસતા સામે આવ્યું કે તમામ રેકર્ડ ગુમ થયા છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી અને ત્યાર બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે રેકર્ડમાં એનઓસી, મંજૂરી, ઓડીટ, બીલ, રોજકામ અને યોજનાની ફાઈલો સહીતની વિગતો હતી તે તમામ ગૂમ થઈ ગઇ હતી.
હિટવેવથી બચવા સાવચેતી રાખવા શું કાળજી રાખવી, રાખો માત્ર આટલું ધ્યાન
માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ હાલમાં...
Read more