સોશિયલ મીડિયા દ્વારા લોકો હવે સરળતાથી એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. આ પ્લેટફોર્મ ઘણા લોકોની આવકનું સાધન પણ બની ગયું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સની સંખ્યામાં વધારો થવાની સાથે સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે.
અંધેરી ઈસ્ટના એક ૩૮ વર્ષીય વ્યક્તિએ યુટ્યુબને પસંદ કરવા માટે સૌપ્રથમ છેતરપિંડી કરી હતી. ત્યારબાદ તેની સાથે ૮ લાખથી વધુની છેતરપિંડી થઈ હતી. પીડિતનું કહેવું છે કે, ૩ ફેબ્રુઆરીના રોજ એક છેતરપિંડી કરનારે તેને ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો. આમાં તેને કહેવામાં આવ્યું હતું કે, તેને વીડિયો લાઈક કરવાનો છે. તેના બદલામાં તેને ૫૦ રુપિયા આપવામાં આવશે. ત્યારબાદ તેને ટેલિગ્રામ મેસેન્જર ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી તેને એક ગ્રુપમાં એડ કરવામાં આવ્યો અને લાઈક કરેલા વીડિયોનો સ્ક્રીનશોટ શેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસને આપેલા નિવેદનમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, જે ગ્રુપમાં તેને જોઈન કરવામાં આવ્યો હતો તેમાં ૫૦ થી વધુ સભ્યો હતા. એક વ્યક્તિ સિવાય તમામ પાસે આંતરરાષ્ટ્રીય નંબરો હતા. છેતરપિંડી કરનારાઓ ગ્રુપમાં વીડિયો શેર કરતા હતા અને લાઈક કર્યા બાદ તેના સભ્યો સ્ક્રીનશોટ શેર કરતા હતા. પાછળથી મને ઇન્ટરનેશનલ કૉલ આવ્યો અને મારી બૅન્કની વિગતો પૂછવામાં આવી હતી. મેં મારી પત્નીનો બેંક એકાઉન્ટ નંબર શેર કર્યો હતો. જ્યારે મેં પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે મને ‘cryptoypto.com’ પર મારી નોંધણી કરવાનું કહેવામાં આવ્યું હતું. પછી મને પૈસા ઉપાડવા માટે ૧૦૦૦ રૂપિયાનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. પીડિતનું કહેવું છે કે, મેં જે રકમનું રોકાણ કર્યું હતું અને મારો નફો વેબસાઇટ પર દેખાવા લાગ્યો હતો. પછી કોઈ શંકા વિના મેં રૂપિયા ૩૦૦૦ અને ૫૦૦૦નું રોકાણ કર્યું હતું. બીજા દિવસે જ્યારે મેં ઉપાડ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ મને કહ્યું કે, હું મારા નફાના માત્ર ૩૦% જ ઉપાડી શકું છું અને મને ફરીથી રૂપિયા ૭૦૦૦નું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. આમ કરીને મેં ૮ લાખથી વધુનું રોકાણ કર્યું હતું. ૫ ફેબ્રુઆરીએ, જ્યારે મેં ફરીથી ગ્રુપની તપાસ કરી, ત્યારે મને મારો નફો મેળવવા માટે ૧૨ લાખ રૂપિયાનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. વ્યક્તિ સમજી ગયો કે, તેની સાથે છેતરપિંડી થઈ છે. ત્યારબાદ સોમવારે પીડિતે સમગ્ર મામલાની ફરિયાદ MIDC પોલીસમાં કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિવિધ પ્રકારના વીડિયો લાઈક કરીને પૈસા કમાવવાની લાલચ આપીને લોકોને છેતરે છે. એટલું જ નહીં, પોલીસે લોકોને આવા ઢગોથી સાવધાન રહેવાની સૂચના પણ આપી છે.