ભારત વિવિધતા ધરાવતો દેશ છે જ્યાં અનેક સંસ્કૃતિઓ જોવા મળે છે. નાનું ગામ હોય કે શહેર ત્યાં મંદિર જરૂરથી જોવા મળશે, જ્યાં ભગવાનની પૂજા કરવામાં આવે છે. આજે આપણે એવા મંદિરો વિશે જાણકારી મેળવીશું જ્યાં ભગવાન નહિં પણ પૂજાય છે રાક્ષસ.
આપણા દેશનો ભૌગોલિક દ્રષ્ટિએ મોટો વિસ્તાર ધરાવતા ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આ પ્રદેશમાં ત્રણ એવા મંદિર આવેલા છે, જ્યાં રાક્ષસની પૂજા કરવામાં આવે છે.
શ્રીકૃષ્ણની નગરી ગોકુળઃ
શ્રી કૃષ્ણની નગરી ગોકુળમાં રાક્ષસી પૂતનાનું મંદિર આવેલું છે. અહીં લોકો પૂતનાની પૂજા માંની રૂપમાં કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણની બાળલીલામાં તેઓએ પૂતના વધ કર્યો હતો. જે સૌ કોઇ જાણએ છીએ.
ઝાંસીમાં અહિરાવણનું મંદિરઃ
આપણે ઝાંસીને ઐતિહાસિક નગરી તરીકે ઓળખીયે છીએ. રાણી લક્ષમીબાઇના આ શહેરથી થોડા દૂર હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સાથે રાવણના ભાઇ મહિરાવણનું મંદિર આવેલું છે. અહિં અહિરાવણની પૂજા કરવામાં આવે છે. આ રાવણના અહિરાવણે રામાણયના યુદ્ધ દરમિયાન ભગવાન રામ અને લક્ષ્મણને બંધક બનાવ્યા હતા.
કાનપુરમાં લંકાપતિ રાવણનું મંદિરઃ
કાનપુર શહેરના શિવાલા વિસ્તારમાં રાવણનું મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ ૧૮૯૦માં કરવામાં આવ્યું હતું. અહિં લોકો રાવણને મહાન પંડિત અને શક્તિનું પ્રતિક માનીને પૂજા કરે છે. આ મંદિરની ખાસિયત એ છે કે તે વર્ષમાં માત્ર એક વાર દશેરાના દિવસે જ કૂલે છે અને લોકો પોતાની બાધા-માનતા પૂર્ણ કરવા માટે આવે છે.
નેટવારમાં દૂર્યોધન મંદિરઃ
ઉતરાખંડના નેટવાર શહેરથી આશરે ૧૨ કિલોમીટર દૂર એક એવું મંદિર છે જ્યાં દૂર્યોધનની પૂજા કરવામાં આવે છે. અહિં લોકો દૂરૃ-દૂરથી દર્શને આવે છે અ દૂર્યોધનને ભગવાની જેમ પૂજે છે. આ મંદિરની બાજુમાં કુંતી પુત્ર કર્ણનું મંદિર આવેલું છે.