ભારતના ઘણા ભાગોમાં કેટલાક દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે. મોસમ વિભાગે આવનાર દિવસોમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લૂ ની સ્થિતિની ભવિષ્યવાણી કરી છે. મોસમ વિભાગના મતે આગામી ચાર દિવસો દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લૂ ની સંભાવના છે.
આઈએમડીએ કહ્યું કે આગામી ત્રણ દિવસો દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય ભારતના ઘણા ભાગમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને આ પછી કોઇ મહત્વપૂર્ણ ફેરફાર થશે નહીં. IMD ના મતે ગુજરાતમાં બે દિવસો પછી અધિકતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.
દેશના બાકી ભાગમાં તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર થશે નહીં. મોસમ વિભાગે પોતાના બુલેટિનમાં ૧૨ મે સુધી પશ્ચિમી રાજસ્થાનમાં અલગ-અલગ સ્થાનો પર ગંભીર હિટવેવની સ્થિતિ અને ૧૪ મે સુધી હિટવેવની સ્થિતિની ભવિષ્યવાણી કરી છે. આઈએમડીએ કહ્યું કે ૧૦ મે છી ૧૪ મે દરમિયાન પૂર્વી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અલગ-અલગ કેટલાક સ્થાનો પર હિટવેવની સ્થિતિ ઘણી વધારે છે.
દક્ષિણ હરિયાણા, દક્ષિણ પંજાબ, દિલ્હી, જમ્મુ અને વિદર્ભમાં ગુરુવાર સુધી આવું જ મોસમ રહેશે. આ દરમિયાન ચક્રવાતી વોવોઝોડું ‘અસાની’ બુધવારે બપોરે નબળું પડીને ઉંડા દબાણમાં ફેરવાઇ ગયું. ગુરુવારે સવારે આ નબળું બનીને ડિપ્રેશનમાં બદલી જશે. IMD ના મતે બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું ‘અસાની’ તટની નજીક આવવાથી તટીય આંધ્ર માટે રેડ એલર્ટ યથાવત્ છે.
આંધ્રના મોટા ભાગના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ, કેટલાક સ્થાનો પર ભારે વરસાદ અને તટીય વિસ્તારમાં અત્યાધિક ભારે વરસાદની સંભાવના છે. ગુંટૂર અને કૃષ્ણા સહિત તટીય આંધ્રના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે ૧૪ મે સુધી મધ્ય અને ઊંચા પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાની સંભાવના છે. મેદાની અને નીચાણવાળા વિસ્તારોમાં હવામાન સ્વચ્છ રહેશે.
આકરા તડકા અને ભેજવાળા પવનોને કારણે વારાણસી સહિત ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભેજને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. બપોરના સમયે જાેરદાર ગરમી અને ગરમીના કારણે અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ચાલીસને પાર નોંધાયો હતો. જાે કે, બુધવારે કેટલાક ભાગોમાં ઝરમર વરસાદના સમાચાર સામે આવ્યા હતા.