અવતાર-૨નું ટીઝર લીક થતા તેને સોશિયલ મિડીયા પરથી હટાવવામાં આવ્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જેમ્સ કેમેરોનની ફિલ્મ ‘અવતાર’ની સિક્વલના નામની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. ‘અવતાર’ની પ્રથમ સિક્વલનું નામ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ છે.

માર્વેલની ફિલ્મ ‘ડોક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ’ સાથે ‘અવતાર ૨’નું પહેલું ટીઝર ૬ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાનું છે. જાેકે, ‘અવતારઃ ધ વે ઓફ વોટર’નું ટીઝર ઓનલાઈન લીક થઈ ગયું છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ‘અવતાર ૨’ના ટીઝરના ઓનલાઈન લીક વિશે માહિતી આપી હતી.

લીક થયેલા ફૂટેજની કેટલીક લિંક અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. હવે ટીઝરની લીક થયેલી સામગ્રીને સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, ડિઝનીએ ૨૭ એપ્રિલે ‘સિનેમાકોન’ ખાતે મોસ્ટ અવેટેડ ફિલ્મના નવા ફૂટેજનું અનાવરણ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે ‘સિનેમાકોન’ મૂવી થિયેટર માલિકોની વાર્ષિક મેળાવડા છે. ‘સિનેમાકોન’ પર હાજર લોકોને ૩ડ્ઢ ચશ્મા આપવામાં આવ્યા હતા, જેથી તેઓ એક મિનિટ લાંબુ ટ્રેલર જાેઈ શકે, જેમાં લગભગ કોઈ સંવાદ નહોતો. ફૂટેજમાં સ્થાનિક જનજાતિ વ્હેલ અને પેલિકન જેવી વિવિધ પ્રજાતિઓ સાથે વાર્તાલાપ કરતી દર્શાવવામાં આવી હતી.

‘અવતારઃ ધ વે ઓફ વોટર’ પ્રથમ ફિલ્મની ઘટનાના ૧૦ વર્ષ પછી તૈયાર કરવામાં આવી છે. સિક્વલમાં જેકના પરિવારની વાર્તા કહેવામાં આવી છે. કેમેરોન ‘અવતાર ૨’ને ફાઈનલ કરવામાં વ્યસ્ત છે. તેઓ હજુ પણ ન્યુઝીલેન્ડમાં છે. જેમ્સ કેમેરોન પ્રિ-રેકોર્ડેડ વિડિયોમાં એક્ઝિબિટરને ફિલ્મ વિશે કહેતા જાેવા મળ્યા હતા.

તેણે કહ્યું કે તેને સૌથી મોટી સ્ક્રીન અને સૌથી વધુ ઇમર્સિવ ૩ડ્ઢ ટેક્નોલોજી માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેણે કહ્યું કે સિનેમા શું કરી શકે છે તેની મર્યાદા ચકાસવા માટે અમે તૈયાર છીએ.જેમ્સ કેમેરોનની ફિલ્મો દુનિયાને દિવાના છે. દર્શકો ‘અવતાર ૨’ની રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

Share This Article