નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા સામે રમાનારી પાંચ વનડે મેચો અને બે ટ્વેન્ટી મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી આવતીકાલે કરવામા આવનાર છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે શ્રેણીમાં તેમના ઘરઆંગણે જીત મેળવી લીધા બાદ ટીમ ઇન્ડિયા એકબાજુ જીતનો સિલસિલો જાળવી રાખવા માટે ઉત્સુક છે. બીજી બાજુ ભારતીય પસંદગીકારો માટે પણ કેટલાક પડકારો સંતુલિત ટીમની પસંદગીને લઇને રહેલા છે. રોહિત શર્માને આરામ આપવામાં આવે તેમ પણ માનવામા આવે છે.
ટીમમાં કોઇ નવા ખેલાડીઓની એન્ટ્રી થશે કે કેમ તેને લઇને હાલમાં ભારે સસ્પેન્સની સ્થિતી રહેલી છે. વર્લ્ડ કપ ભારત હવે તેની છેલ્લી શ્રેણી ઘરઆંગણે રમનાર છે. ઓસ્ટ્રેલિયાની સામે ભારતીય ટીમ વનડે શ્રેણી રમનાર છે. આ શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી શુક્રવારના દિવસે કરવામાં આવનાર છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે બે ટ્વેન્ટી મેચો અને પાંચ વનડે મેચો રમનાર છે. આ શ્રેણી ૩૦મી મેથી શરૂ થનાર વર્લ્ડ કપ પહેલા છેલ્લી શ્રેણી છે. આ શ્રેણી બાદ ભારતીય ટીમ આઇપીએલમાં રમનાર છે. પસંદગી સમિતિ આ સિરિઝમાં ટીમના સિનિયર ખેલાડીઓને આરામ આપી શકે છે. સાથે સાથે એ બાબતનુ પણ ધ્યાન રાખશે કે તે એ રીતે ટીમની પસંદગી ન કરે જેના કારણે હાલમાં ઓસ્ટ્રેલિયાને લાભ થઇ શકે. આવી સ્થિતીમાં પસંદગીકારો સામે કેટલાક પડકારો રહેલા છે. યોગ્ય સંતુલન જાળવી રાખવા માટેના ટીમની પસંદગીકારો સામે પડકારો રહેશે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સુત્રોએ કહ્યુ છે કે સિનિયર ખેલાડીઓના વર્કલોડને ઘટાડી દેવાના મામલે ચર્ચા કરવામા આવનાર છે. ભારતીય ટીમ સતત રમત રમી રહી છે. ખેલાડીઓને જરૂરી સમય સાચવીને આરામ આપવામાં આવનાર છે. ભારતીય ટીમે સતત વિદેશમાં મેચો રમી છે. હાલમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચોમાં વિરાટ કોહલીને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે રોહિત શર્માને પણ કેટલીક મેચો માટે આરામ આપવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પર પ્રભુત્વ ન મેળવી લે તેના પર ધ્યાન આપવામાં આવનાર છે. ભારતીય ટીમે હાલમાં ઓસ્ટ્રેલિયાની જમીન પર ૭૦ વર્ષના લાંબા ગાળા બાદ ટેસ્ટ શ્રેણી જીતી લેવામાં સફળતા મેળવી હતી. દ્ધિપક્ષીય વનડે શ્રેણી પણ જીતી હતી. ભારતીય ટીમે ત્યારબાદ ન્યુઝીલેન્ડમાં પણ વન ડે શ્રેણી જીતી લેવામાં સફળતા મેળવી હતી. ટીમના કોચ રવિ શા†ી પહેલા જ કહી ચુક્યા છે કે આઇપીએલની મેચો દરમિયાન ખેલાડીઓના દેખાવ પર નજર રાખવામાં આવનાર છે. ચાહકો પસંદગીને લઇને ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે.