“જો તું મને મળવા નહીં આવે તો…” હવસખોર શિક્ષકે વિદ્યાર્થિનીની જિંદગી ઝેર કરી નાખી

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક વિદ્યાર્થિની ઇંગ્લિશ શીખવા માટે સ્પોકન ઈંગ્લીશના ક્લાસમાં ગઈ ત્યારે શિક્ષકે તેને પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તે પછી યુવતીના અશ્લીલ ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપી. અંતે યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ગુરુ એક એવી વ્યક્તિ કે જે જીવનને સાચી દિશા બતાવે છે અને સારા સંસ્કારનું સિંચન કરે છે. જાેકે શહેરના એક ગુરુએ વિદ્યાર્થિનીનું જીવન બરબાદ કરી નાખ્યું છે. ખોખરા વિસ્તારમાં રહેતી યુવતીને ઇંગ્લિશ શીખવું હોવાથી તેણે શિવ પ્રસાદ વકીલની ચાલીમાં જીગ્નેશ ગોહેલ દ્વારા ચલાવવામાં આવતા “પ્રોગ્રેસીવ એજ્યુકેશન”માં સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કર્યા હતા.

ક્લાસમાં જીગ્નેશ ગોહેલે યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી યુવતીને લગ્નની લાલચ આપીને અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. એક અઠવાડિયા અગાઉ આરોપીએ યુવતીને મોડી રાત્રે બહાર મળવા માટે આવવાનું કહ્યું હતું. જોકે યુવતીએ ના પાડતા તેણે કહ્યું હતું કે જો તું મને મળવા નહિ આવે તો મેં તારા અશ્લીલ ફોટા પાડેલ છે તે ફોટા હું વાયરલ કરી દઈશ તથા તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, યુવતીએ તેના ફોન રીસીવ કરવાનું બંધ કરી દીધેલ તેમ છતાં તે અવારનવાર ફોન કરી બહાર મળવા માટે આવવાનું કહી હેરાન પરેશાન કરતો હતો. જેથી યુવતીએ આ બાબતની જાણ તેના માતા-પિતાને કરી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી. આરોપી અને યુવતી વર્ષ ૨૦૨૨થી સંપર્કમાં હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે અને પોલીસ દ્વારા આ કિસ્સામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Share This Article