આ સુપરસ્ટારે તેમનાથી ૩૭ વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ ઈચ્છા દર્શાવતા ટ્રોલ થયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

૯૦ના દશકના અનેક એવા એક્ટર છે જે આજે ઇન્ડસ્ટ્રીમાં સારી જગ્યાએ છે. ૫૦ થી ૬૦ વર્ષની ઉંમર પછી પણ પોતાનાથી નાની એક્ટ્રેસ સાથે કામ કરે છે અને રોમાન્સની ઇચ્છા ધરાવે છે. પછી એ સલમાન ખાન, રજનીકાંત કે પછી શાહરુખ ખાન એવા સિતારા છે જેમને ૫૦ વર્ષ વટાવી દીધા છે. આ સ્ટાર્સ એમની અડધી ઉંમરની હિરોઇન સાથે રોમેન્ટિક સીન ૩૭ વર્ષથી નાની ઉંમરની કરી ચુક્યા છે. જો કે હવે આવી ઇચ્છા સાઉથના સુપરસ્ટારની પણ છે જેમને આ વાત જાહેર કરી છે અને આ વાતને લઇને ટ્રોલ થયા છે.

મુંબઇઃ ૯૦ના દશકના અનેક એવા એક્ટર છે જે આજે ઇન્ડસ્ટ્રીમાં સારી જગ્યાએ છે. ૫૦ થી ૬૦ વર્ષની ઉંમર પછી પણ પોતાનાથી નાની એક્ટ્રેસ સાથે કામ કરે છે અને રોમાન્સની ઇચ્છા ધરાવે છે. પછી એ સલમાન ખાન, રજનીકાંત કે પછી શાહરુખ ખાન એવા સિતારા છે જેમને ૫૦ વર્ષ વટાવી દીધા છે. આ સ્ટાર્સ એમની અડધી ઉંમરની હિરોઇન સાથે રોમેન્ટિક સીન ૩૭ વર્ષથી નાની ઉંમરની કરી ચુક્યા છે. જો કે હવે આવી ઇચ્છા સાઉથના સુપરસ્ટારની પણ છે જેમને આ વાત જાહેર કરી છે અને આ વાતને લઇને ટ્રોલ થયા છે.

ચિરંજીવીનું કહેવુ છે કે તેઓ એમનાથી ૩૭ વર્ષ નાની એક્ટ્રેસ કીર્તિ સુરેશની સાથે કોઇ પણ ફિલ્મમાં રોમેન્ટિક સીન કરવા ઇચ્છે છે. આ વાત વિશેની જાણ ચિરંજીવીએ પોતે જ કરી છે. ઉલ્લેખનીય છે કે ૧૧ ઓગસ્ટના રોજ ચિરંજીવીની એક ફિલ્મ રિલીઝ થઇ છે, જેનું ટાઇટલ ભોલા શંકર છે. ફિલ્મમાં ચિરંજીવી લીડ રોલમાં છે. તેલુગુ ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મને દર્શકોને જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ભોલા શંકરમાં કીર્તિએ ચિરંજીવીની નાની બહેનની ભૂમિકા નિભાવી છે. બન્ને વચ્ચેનું બોન્ડિંગ ખૂબ સારું છે. હાલમાં એક ઇવેન્ટમાં ચિરંજીવીએ આ વાત કહીને ફેન્સને ચોંકાવી દીધા છે. આ ઇવેન્ટમાં ચિરંજીવીએ કીર્તિ સુરેશ સાથે કોઇ પણ ફિલ્મમાં રોમેન્ટિક સીન કરવાની વાત કરી હતી.

ચિરંજીવી કીર્તિની વાતમાં આગળ કહે છે કે..કીર્તિ આ ફિલ્મમાં મારી બહેન બની છે, પરંતુ કાલે મારી લવ ઇન્ટરેસ્ટ બની શકે છે. હું બિલકુલ સાંભળી શકતો નથી કે આટલી સુંદર છોકરી મને ભાઇ કહીને બોલાવે, આ ફિલીંગને અહીંયા જ પૂરી કરી દેવી જોઇએ કારણકે આ એક ફિલ્મ હતી. ચિરંજીવી આગળ વધુમાં જણાવે છે કે..હું કીર્તિ સાથે રોમાન્સ કરવા માટેનો કોઇ મોકો છોડીશ નહીં. સાચુ કહું તો હું કીર્તિના કામથી બહુ ખુશ છું. પરંતુ એક્ટરનું આ રોમાન્સનું સ્ટેટમેન્ટ કેટલાક ફેન્સને જરા પણ પસંદ પડ્યુ નથી. આ કારણે લોકો ટ્રોલ કરી રહ્યા છે.

Share This Article