ડોન દાઉદના નજીકના સાથીને આખરે પકડી લેવામાં સફળતા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લંડન : એફબીઆઇના અંડરકવર એજન્ટે જારદાર રીતે જાળ બિછાવીને લંડનમાંથી દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથીને પકડી પાડવામાં સફળતા મેળવી લીધી છે. દાઉદના નજીકના સાથી  જાબિર મોતીવાલાને પકડી પાડતા પહેલા તમામ યોજના તૈયાર કરી લેવામાં આવી હતી. તેને પકડી પાડવા અને તેના ગુનાના સંબંધમાં કોર્ટમાં તમામ માહિતી આપવામાં આવી છે. જાણકારી મુજબ દાઉદના આ સાથીએ ધરપકડ કરવામાં આવે તે પહેલા સુધી અમેરિકામાં એક અબજ રકમની હેરોઇન તસ્કરી અને નશાની ચીજાની હેરાફેરી કરી હતી.

સોમવારના દિવસે લંડનની કોર્ટમાં એફબીઆઇ દ્વારા પ્રત્યાર્પણની અપીલ પર કોર્ટમાં તેના ગુનાની માહિતી આપવામાં આવી હતી. પાકિસ્તાની મુળના જાબિર મોતીવાલા જે સરનેમ તરીકે સિદ્ધીક પ્રયોગ કરે છે તેને અમેરિકામાં ખસેડી લેવા માટેની શરૂઆત કરવામાં આવી રહી છે. અમેરિકા પ્રત્યાર્પણની મંજુરી મળી ગયા બાદ મોતીવાલા પર મની લોન્ડરિંગ, બ્લેકમેલ કરીને ખંડણી વસુલ કરવા સહિતની બાબતોમાં તપાસ કરવામાં આવનાર છે. તેની સામે જુદા જુદા મામલે ટ્રાયલ ચાલનાર છે. જા કે દાઉદના આ સાથીએ પ્રત્યાર્પણ માટેની અપીલની સામે કોર્ટમાં રજૂઆત કરી દીધી છે. તેની પાસેથી કેટલીક ચોંકાવનારી માહિતી મળે તેવી શક્યતા છે.

અંડરકવર એજન્ટની જાળમાં તે ફસાઇ ગયા બાદ તેની પુછપરછ કરવામાં આવી રહી છે. તેની પાસેથી વધુને વધુ માહિતી કઢાવવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે.

Share This Article